
ટ્રાન્સફોર્મર એ વિકાસની કરોડરજ્જુ છે.
“ગુજરાત બન્યું એનર્જી કેપિટલ: મેક ઇન ઇન્ડિયાથી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની નેમ.
વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે.
પંચમહાલ જિલ્લાના આદિવાસી ક્ષેત્રે ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિનો આરંભ થયો છે. ટી.એમ.સી. (TMC) ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પંચમહાલ ખાતે સ્થપાનારા અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા નવા પ્લાન્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટીએમસીનો પ્રોજેક્ટ એક સીમાચિહ્ન સાબિત થશે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. બે દાયકા પહેલાં આ જ જીલ્લાના ચાંપાનેરથી શ થયેલી ‘જ્યોતિગ્રામ યોજના’ એ દેશના વીજળી ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું. હવે ટી.એમ.સી.નો આ નવો પ્લાન્ટ વાર્ષિક ૭૮,૦૦૦ ખટઅ ઉત્પાદન ક્ષમતા સાથે નિર્માણ પામશે. આ પ્લાન્ટ માત્ર ઊર્જા સુરક્ષા જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો પણ ઊભી કરશે તેવો વિશ્ર્વાસ તેમણે દર્શાવ્યો હતો.
વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઉદ્યોગના આગમનથી ખજખઊ, નાના સપ્લાયર્સ અને આનુષંગિક ઉદ્યોગોને નવું બળ મળશે, તેમજ સ્થાનિક યુવાનો માટે સ્કીલ ડેવલોપમેન્ટ અને રોજગારીના નવા દ્વાર ખુલશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકાસના ‘સપ્તધારા’ વિઝન અંતર્ગત આવનારા વર્ષોમાં ટી.એમ.સી.નું આ નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતના વિકાસમાં, ભારતની ઊર્જા સુરક્ષામાં અને વૈશ્ર્વિક ઊર્જા જરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
ટીએમસી ટ્રાન્સફોર્મર્સના એમડી એચ.એન. શુક્લાએ સ્વાગત પ્રવચનમાં સમગ્ર કાર્યક્રમ સહિત કંપનીનો ચિતાર રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ટી.એમ.સી. કંપનીએ સી.એસ.આર હેઠળ .૨૫ લાખની રકમનો ચેક ક્ધયા કેળવણી નિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, જીલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલ, જીલ્લા અગ્રણી મયંક દેસાઈ, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ નીબેન બારીયા, મુખ્ય સચિવ એમ.કે. દાસ, જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, મદદનીશ કલેક્ટર સ્મિત પંચાલ, ટીએમસી ટ્રાન્સફોર્મર્સના એમડી એચ.એન.શુક્લા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.