આર એન્ડ એલ પંડ્યા શાળા પરિવાર દ્વારા અનુકરણીય કાર્ય

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને એસ.એમ.કુંદાવાલા હાયર સેક્ધડરી સ્કૂલ, દાહોદ શાળા પરિવાર દ્વારા અંતરિયાળ ગામના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ મળે અને નિયમિત શાળાએ અભ્યાસ માટે આવી શકે તેવા ઉમદા આશયથી ઇટાવા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5 ના તમામ 150 થી વધુ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના આચાર્યા નીતીક્ષાબેન પટેલ, સીનીયર શિક્ષક કમલેશ લીમ્બાચીયા, ઉમંગભાઇ દરજી અન્ય શિક્ષક મિત્રો કોમલબેન પ્રિયદર્શી, મિરલબેન દોશી, નિમિષાબેનના હસ્તે બાળકોને સ્વેટર વિસ્તરણ કરવામાં આવ્યું હતું .હાલમાં ખૂબ જ ઠંડી પડતી હોય ગરીબ અને જરૂરિયાત બાળકોને નવલું સ્વેટર મળતા રાહત અનુભવતા હતા. આર એન્ડ એલ પંડ્યા શાળા પરિવાર દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવતા બાળકોના ચહેરા પર એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા સ્વેટર પહેરીને બાળકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. શાળાના આચાર્ય મુકેશભાઇ બામણ દ્વારા શાળા પરિવાર વતી તમામ બાળકોને સ્વેટર આપી અન્ય શિક્ષકો માટે અનુકરણીય કાર્ય કરવા બદલ આર એન્ડ એલ પંડ્યા તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફ પરિવારનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.