
૩ સભ્યોને રૂમમાં પુરી દેવાયા.
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ગ્રામ પંચાયત પરિસરમાં અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે યોજાયેલી સામાન્ય સભા દરમિયાન ભારે અફરાતફરી અને હિંસક હોબાળો મચી ગયો હતો. સભામાં ભાગ લેવા આવેલા સભ્યોને અટકાવવા માટે મામલો હિંસક બનતાં પંચાયત કમ્પાઉન્ડ સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું. આ દરમિયાન ૩ સભ્યોને પંચાયતના મમાં પૂરી દેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૮ સભ્યોને ગાડીમાંથી નીચે પણ ઉતરવા દેવાયા નહોતા.
ગાડીના કાચ તોડ્યા હોવાનો સરપંચ સમર્થકો પર આક્ષેપ ગત ૧૪ ઓક્ટોબરના રોજ ૧૫માંથી ૧૨ સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે અંગે સુનાવણી કરવા આજે યોજાયેલી સભામાં હાજરી આપવા ૮ સભ્યો એક ગાડીમાં સવાર થઈને પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. તે વેળાએ સરપંચના સમર્થકોએ સભ્યોને ગાડીમાંથી બહાર આવતા રોક્યા હતા અને તેમની ગાડીના કાચની તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.