સંખેડા ઓરસંગ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતી ૯ ટ્રક અને હિટાચીને ખાણ ખનિજ વિભાગે ઝડપી

દિવાળીના તહેવાર પહેલા સંખેડામાં ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. છોટાઉદેપુર ખનીજ ખાતાની ટીમે ઓરસંગ નદીના પટમાં પંચેશ્ર્વર સ્વામિનારાયણ મંદિર પાછળથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડ્યું હતું.

આ દરોડામાં બ્લોકની બહાર ગેરકાયદેસર ખનન કરી રેતી ભરતું એક હિટાચી મશીન, ત્રણ રેતી ભરેલા ટ્રક અને છ ખાલી ટ્રક મળી કુલ ૯ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

ખનીજ વિભાગે લાખો ‚પિયાનો મુદ્દામાલ જપ્ત કરીને સીઝ કર્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી શ‚ કરવામાં આવી છે. ખનીજ ખાતાના અધિકારી ગુપ્તાની આ કાર્યવાહીથી સંખેડા પંથકમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.