દેવભૂમિદ્વારકામાં ખેડૂત આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકામાં ખેડૂત આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પરંતુ આપઘાત પહેલાના નવ મહિના સુધી ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અનેકવાર રજૂઆત કરી હતી. પોતાની સાથે સાત આરોપીઓએ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની રજૂઆત ખેડૂતે કરી હતી. છતા મહિલા પીએસઆઇ વી.બી. પીઠિયાએ આરોપીઓ વિરુદ્ધ કૂણું વલણ દાખવ્યું અને સમસયર કાર્યવાહી કરવામાં આવી ન હતી.૯ મહિના સુધી ન્યાયની માગ સાથે ખેડૂત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા ઝેરી દવા પી ભાયાભાઈ ચાવડા મોતને વ્હાલું કરવા મજબૂર બન્યા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે.

ભાયાભાઈ ચાવડા સાથે મળીને આરોપી રમેશ પીઠવા સહિતના આરોપીએ ખેડૂતો પાસેથી અઢી ચણા અને મગફળીની ઉધારમાં ખરીદી કરી હતી. ત્યારબાદ ખેડૂતો કે ભાયાભાઈને અઢી કરોડ રૂપિયા ચૂકવ્યા નહીં. ભાયાભાઈએ ખેડૂતોને રૂપિયા ચૂકવી શક્યા નહીં.પોતાની જમીન સહિત અન્ય મિલક્તો વેચી પણ દેવું એટલું હતું કે પૂરુ કરી ન શક્યા. બીજી તરફ, આરોપીઓએ હાથ ઉંચા કરી લીધા.જેના કારણે ખેડૂતે આત્મહત્યાનું પગલું ભરવા મજબૂર બન્યા. ભાયાભાઈની આત્મહત્યા માટે જવાબદાર તમામ આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહીની માંગ સાથે ગુજરાત આહીર સેના મેદાનમાં આવી છે.અને પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે.