
વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વે લીમખેડા પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો. પોલીસ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી હથિયારોનું પૂજન કરાયું. આ તહેવાર અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું પ્રતીક છે.
આ પૂજા લીમખેડા અજઙ કરણ પન્નાની હાજરીમાં થઈ. તેમની સાથે ઙઈં એસ.બી. સોલંકી, પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ પણ જોડાયા. પોલીસ મથકના શસ્ત્રાગારમાંથી નાના-મોટા આધુનિક હથિયારો, રાઇફલ્સ, રિવોલ્વર, પિસ્તોલ અને લાઠીઓ બહાર લાવીને ગોઠવવામાં આવ્યા. પંડિતે મંત્રોચ્ચાર સાથે ચંદન, કંકુ, તિલક અને પુષ્પમાળા અર્પણ કરી પૂજન કર્યું.
હથિયારો સાથે પોલીસના વાહનોને પણ સાફ કરીને શણગારવામાં આવ્યા. વાહનપૂજન કરીને શ્રીફળ વધેરવામાં આવ્યું. હાજર તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફે આરતી કરી. જીલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી. અધિકારીઓએ સ્ટાફને વિજયાદશમીની શુભેચ્છાઓ આપી. પૂજા પછી કર્મચારીઓને મીઠાઈ વહેંચીને પર્વની ઉજવણી કરાઈ.