
પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા કાલોલ નગરમાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ ગરબા પંડાલોની ઉત્સાહભેર મુલાકાત લેવામાં આવી હતી. આ અવસરે તેમણે અને અન્ય આગેવાનોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને નગરજનોને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
સાંસદ રાજપાલસિંહ જાદવે નગરના હાઉસિંગ સોસાયટી, સ્ટેશન રોડ તેમજ મહાલક્ષ્મી ચોક ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવોમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. મા અંબાની ભક્તિભાવથી પૂજા-આરતી કરી તેમણે નગરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.
આ ધાર્મિક અને સામાજીક મુલાકાત દરમિયાન તેમની સાથે જીલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજય રાઠોડ, પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, ડો. સુનિલ પરમાર, શેફાલી ઉપાધ્યાય, તુષાર શાહ, યુવા મોરચાના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં પાલિકાના કાઉન્સિલરો અને સ્થાનિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ અને આગેવાનોની ઉપસ્થિતિથી ગરબા આયોજકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.