
શહેરાના પૌરાણિક ધામમાં બિરાજમાન રાજરાજેશ્ર્વરી માઁ મહાલક્ષ્મીજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે સ ગુજરાત રાજ્ય તેમજ વિદેશથી પણ ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે.
શહેરા નગરના મુખ્ય તળાવ પાસે આવેલા આશરે ૨૦૦ વર્ષ જૂના પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે નવરાત્રીમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. મંદિરમાં બિરાજમાન રાજરાજેશ્ર્વરી મહાલક્ષ્મી માઁ ના દર્શન અને આશીર્વાદ મેળવવા સમગ્ર રાજ્ય અને દેશ વિદેશમાંથી ભક્તોનું મહેરામણ ઉમટી રહ્યં્ છે, અહીં મોટી સંખ્યામાં માઈભક્તો માઁ મહાલક્ષ્મીના ચરણોમાં શીશ નમાવી ગરબાની રમઝટ જામતી હોય છે.

શહેરા નગરમાં આવેલું રાજરાજેશ્ર્વરી મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક મંદિર નવરાત્રી પર્વ દરમિયાન માઈભક્તો માટે વિશેષ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. નાડા રોડ તરફ જવાના માર્ગ પર સ્થિત આ માતાજીના ધામમાં નવરાત્રીના પાવન દિવસોમાં માઁ મહાલક્ષ્મીના દર્શન કરવાનો મહિમા અનેરો રહેલો છે. સમગ્ર જીલ્લા સહિત રાજ્યભરમાંથી તેમજ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ માઁના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ગૌડ બ્રાહ્મણ સમાજ દ્વારા આ પવિત્ર સ્થાનકને મહાલક્ષ્મી ધામ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે.સ્થાનિક માન્યતાઓ અને ઇતિહાસ અનુસાર આ મંદિર આશરે ૨૦૦ થી વધુ વર્ષ જૂનું પૌરાણિક ધામ છે. અહીં બિરાજમાન રાજરાજેશ્ર્વરી માઁ મહાલક્ષ્મીની મૂર્તિ અત્યંત ચમત્કારિક અને ભવ્ય છે. પૌરાણિક મંદિરનો સમય જતાં ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવીને અંદાજે પિયા ૨ કરોડથી પણ વધુના ખર્ચે નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓમાં એવી દ્રઢ માન્યતા છે કે, જે કોઈ ભક્ત સાચા મન અને ભાવથી માઁ મહાલક્ષ્મી આગળ બાધા રાખે છે, તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંદિર પરિસરમાં દરરોજ સવાર-સાંજ વિધિવત પૂજા-અર્ચના અને આરતીનું આયોજન થાય છે. સામાન્ય દિવસોમાં પણ ભક્તોની સતત અવરજવરથી મંદિર પરિસર “જય માઁ મહાલક્ષ્મીના જયઘોષથી ગૂંજી ઉઠે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.આ પૌરાણિક મંદિરનો સમગ્ર વહીવટ અને સંચાલન ગૌડ બ્રાહ્મણ પંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મંદિર પરિસરમાં આવતા દર્શનાર્થીઓ માટે પીવાના પાણી, સ્વચ્છતા અને દર્શનની સુચા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જેથી અહીં આવતા દરેક ભક્તને અદભુત મનની શાંતિ અને દિવ્ય અનુભૂતિ થાય છે.હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન મહાલક્ષ્મી ધામ ખાતે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે મંદિર પરિસરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાની ભારે રમઝટ જામે છે. દરરોજ ૧૦૦૦થી પણ વધુ માઈભક્તો માઁ મહાલક્ષ્મીની આરાધનામાં લીન થઈને ગરબે ઘૂમે છે.
