મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે યોજનાકીય લાભ મેળવવાની સુવર્ણ તક

આઈ- ખેડૂત પોર્ટલ પર ૧૫ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

મહીસાગર જિલ્લાના ખેડૂત ભાઈઓ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા, વીરપુર અને ખાનપુર તાલુકાના તમામ પ્રગતિશીલ ખેડૂતો આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી આ યોજનાઓ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને મુખ્યત્વે ચણા અને ઘઉં પાક માટે પ્રમાણિત (સર્ટીફાઇડ) બિયારણ ઘટકોનો લાભ આપવામાં આવનાર છે. આ ઉપરાંત નિદર્શન, અને સીડ મીની કીટ માટે પણ અરજી કરી શકાશે મહીસાગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો સાથે ઓનલાઈન અરજી કરવા અપીલ કરવામાં આવી છે.

લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ ગુજરાત સરકારના સત્તાવાર આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ https://ikhedut.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. ખેડૂતો પોર્ટલ પરથી જ યોજનાની અન્ય જાણકારી મેળવી શકશે.