હાલોલ મોટી રણભેટ ગામે સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણમાં ગેરરિતી

હાલોલ તાલુકાના મોટી રણભેટ ગામે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ પરિવારોને અપાતા અનાજ વિતરણમાં ગેરરિતી આચરી હોવાની લેખિત ફરિયાદ હાલોલ પ્રાંત કચેરી ખાતે લાભાર્થી દ્વારા કરાઈ છે.

મોટી રણભેટ ગામે આવેલા જય મહાકાળી મહિલા સ્વસહાય જુથ સંચાલિત સસ્તા અનાજની દુકાન દ્વારા પાત્ર લાભાર્થીઓને પુરતા પ્રમાણમાં જથ્થો ન અપાતો હોવાને લઈ ગામના લાભાર્થી દ્વારા આ અંગે એક વિસ્તૃત લેખિત ફરિયાદ હાલોલ પ્રાંત કચેરી ખાતે કરી તેની યોગ્ય તપાસ થવા તેમજ યોગ્ય પગલા ભરવા માંગ કરી છે. લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ પાત્ર લાભાર્થીઓને તેમના હકક મુજબનુ સંપુર્ણ અનાજ અપાતુ નથી. અને ઓછુ અનાજ આપે છે. આ પ્રકારના આક્ષેપો લેખિત ફરિયાદમાં કર્યા છે. આ ઉપરાંત અનાજ લીધા બાદ લાભાર્થીને રસીદ-કુપન પણ આપતા નથી. અનાજના જથ્થા અંગે લાભાર્થીઓને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. અમારા વિસ્તારમાં રેશનકાર્ડ ધારકો મોટા પ્રમાણમાં પછાત વર્ગના હોય ગરીબ લોકોને ડર છે કે, આપણે હકીકત જણાવીશુ કે, સામે બોલીશુ તો આપણું રેશનકાર્ડ કાયમી ધોરણે બંધ થશે. આ પ્રકારની ગંભીર ફરિયાદો વાળા આક્ષેપો સાથે લેખિત ફરિયાદ લાભાર્થી દ્વારા તંત્રને કરવામાં આવી છે.