
હાલમાં ૧ ઓકટોમ્બરે ૭૭મો વન મહોત્સવની ઉજવણી કરી એક સપ્તાહ થયો નથી ને શહેરના રજવાડી સમયના દશેરાના મેળા માટે જે નવો મનોરંજન પ્લોટ દે.બારીયાની સબ જેલની પાસે આવેલ છે તે પ્લોટ હકીકતે જેલ વિભાગનો છે. જેથી જેલર પટેલના દ્વારા જેલના કેદીઓની સુરક્ષાના ધ્યાને લઈને આ મેળો અન્ય જગ્યાએ ભરાવા માટેની એક વિનંતી પત્ર દરેક વિભાગના પદના અધિકારીઓને જાણ સા મોકલાવી છે. મનોજરંજન પ્લોટના નામે વૃક્ષો કાપી નાખ્યા પ્લોટની મંજુરી મળ્યા પહેલા દે.બારીયા શહેરમાં મુખ્ય વન સંરક્ષણ અધિકારીની કચેરી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી તે શું સુચવે છે ? જ્યારે વન્ય સપ્તાહમાં મોટા મોટા બેનરો પોસ્ટરોમાં લખાણો દ્વારા દર્શાવાય છે. વન્ય જીવોનું રક્ષણ એટલે પ્રકૃતિનું રક્ષણ અહીં તો વૃક્ષોનું નિકંદન નિકળે છે તે વન વિભાગોનું પેટનું પાણી હાલતું નથી કે ? તે યક્ષ પ્રશ્ર્ન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની જેલ બગીચામાં મનોરંજન પ્લોટના વિભાગોમાં નિશાનીઓ પાડી દીધી છે. જેલરે અહીં મેળો નહિ ભરવાનો પત્ર લખી દીધા હોવા છતાં પાલિકા તંત્ર એ અવગણના કરી છે. નવો મનોરંજન પ્લોટ ૧૩,૧૦૦/-જેવી માતબર રકમમાં ખાનગી એજન્સીએ ખરીદી કરી છે અને આવતા પાંચ દિવસમાં બીજા અન્ય પ્લોટો માટે હરાજી થવા જાય છે. શું આ આ નવા મનોરંજન પ્લોટ માટે લેખિતમાં પરવાનગી મળી ગઈ છે ? તે મોટો સવાલ છે.