વિશ્રામગૃહ દાહોદ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી શ્રી રમેશ કટારાએ કર્યું શ્રમદાન

દાહોદ શહેર સહિત ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવી સૌની નૈતિક ફરજ”નો સંદેશ આપતા મંત્રી રમેશ કટારા.

એક દિવસ, એક કલાક અને એક સાથે” અભિયાન અંતર્ગત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રમેશ કટારાએ દાહોદ વિશ્રામગૃહ ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કરી સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

વિશ્રામગૃહ પરિસરમાં આયોજિત સ્વચ્છતા ઝુંબેશમાં કૃષિ મંત્રીશ્રીએ પોતે શ્રમદાન કરીને સમાજને “સ્વચ્છતા એ જ સેવા”નો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.આ સાથે ઉપસ્થિત વિધાર્થીઓને એક દિવસ, એક કલાક અને એક સાથેના સંકલ્પ સાથે શપથ લેવાડામાં આવ્યા હતા.   

મંત્રીશ્રી રમેશ કટારાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને આસપાસના વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જાળવવા તેમજ વારસાનું જતન સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપી હતી.

 આ પ્રસંગે વાતચીત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “જનભાગીદારી દ્વારા જ સ્વચ્છતા અભિયાનને સાચા અર્થમાં સફળ બનાવી શકાય છે. આપણા શહેર સહિત ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.”

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, અગ્રણી શ્રી સ્નેહલભાઈ ધરીયા,નગરપાલિકા પ્રમુખશ્રી મીનાક્ષીબેન નિનામા, ઉપપ્રમુખશ્રી જુગલબેન પંડયા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા,ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા,સહિત નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ તથા વિધાર્થીઓ સહિત  સ્થાનિક નાગરિકોઓ ઉપસ્થિત રહ્યા હતા.