યુપીઆઇ ચુકવણીઓ પર ચાર્જ વસૂલવાના નિર્ણયનો સરકાર સાથે કોઈ સંબંધ નથી, નાણામંત્રી નિર્મલા

નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨,૦૦૦ થી વધુના યુપીઆઇ વ્યવહારો પર પ્રસ્તાવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટની વિપક્ષની ટીકાને ફગાવી દીધી, કહ્યું કે તે ન તો કર, સેસ કે સરચાર્જ છે. તેમણે ઉમેર્યું કે સરકારને આમાંથી કોઈ પૈસા મળશે નહીં, ન તો તે ગ્રાહકો પર બોજ પાડશે.

સીતારમણે કહ્યું કે એમડીઆરએ ડિજિટલ ચુકવણી પ્રણાલીમાં વસૂલવામાં આવતી ફી છે અને યુપીઆઇ વ્યવહારોને સરળ બનાવતી ચુકવણી સેવા પ્રદાતા, વેપારીની બેંક અને સિસ્ટમમાં સામેલ અન્ય ભાગીદારો દ્વારા એકત્રિત કરવામાં આવે છે. ૧૫ ઓક્ટોબરથી,એનપીસીઆઇએ વેપારીઓને કરવામાં આવતી ૨,૦૦૦ રૂપિયાથી વધુની યુપીઆઇ ચુકવણી પર ૦.૪ ટકા એમડીઆર લાદ્યો છે. જોકે, ૭૫,૦૦૦ રૂપિયા કે તેથી વધુની ચુકવણી માટે, ફી મહત્તમ ૩૦૦ રૂપિયા રહેશે. વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો અને નાની ચુકવણીઓ ફીમાંથી બાકાત રાખવામાં આવી છે.

તેમણે કહ્યું, “આ કોઈ ટેક્સ નથી, તે કોઈ સેસ નથી, કે કોઈ સરચાર્જ નથી. આ રકમ ભારતના સંકલિત ભંડોળમાં જશે નહીં.” નાણામંત્રીએ કહ્યું કે આ રકમ બેંકો અને યુપીઆઇ સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓમાં વહેંચવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ એમડીઆરમાંથી ૪૦ ટકા ગ્રાહકની બેંકમાં, ૩૦ ટકા ચુકવણી સેવા પ્રદાતાને, ૨૦ ટકા યુપીઆઇ એપ્લીકેશનને અને બાકીના ૧૦ ટકા યુપીઆઇ એપલીકેશનની પ્રાયોજક બેંકમાં જશે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે સ્ડ્ઢઇ ગ્રાહકોને આપવામાં આવશે નહીં અને તે વેપારી ચુકવણી પ્રણાલીમાં ચૂકવવામાં આવશે. સીતારમણે જણાવ્યું હતું કે ફી ચુકવણી પ્રણાલીના હિસ્સેદારો વચ્ચે વહેંચવામાં આવશે, જે ટેકનોલોજી માળખાગત સુવિધા જાળવવા અને ડિજિટલ ચુકવણીમાં નવીનતા અને સુધારણાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.”આનો સરકાર સાથે કોઈ લેવાદેવા નથી,” તેમણે ઉમેર્યું કે એમડીઆર સિસ્ટમમાં એનપીસીઆઇ, વેપારીઓ, બેંકો અને અન્ય સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે વેપારીઓ પહેલાથી જ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વ્યવહારો પર સ્ડ્ઢઇ ચૂકવે છે. તેથી, નવી સિસ્ટમને ગ્રાહકો પર લાદવામાં આવતી ફી તરીકે જાવી જાઈએ નહીં.

તેમણે કહ્યું કે રૂપે કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતા વ્યવહારો મફત રહેશે. વધુમાં, ૨,૦૦૦ થી ઓછી કિંમતના યુપીઆઇ ચુકવણીઓ કોઈપણ એમડીઆરને આધીન રહેશે નહીં. એક અંદાજ મુજબ, વ્યક્તિઓથી વેપારીઓ સુધીના લગભગ ૯૬ ટકા યુપીઆઇ વ્યવહારો આ નવી સિસ્ટમથી પ્રભાવિત થશે નહીં.

નાણામંત્રીની ટિપ્પણીઓ પ્રસ્તાવિત સ્ડ્ઢઇ ની ટીકા વચ્ચે આવી છે, જે વેપારીઓને અસર કરશે અને આ ફીનો બોજ ગ્રાહકો પર નાખશે તેવી અપેક્ષા છે. ૧૫ ઓક્ટોબરથી, ગ્રાહકો નહીં, પણ વેપારીઓ, ૨,૦૦૦ થી વધુના યુપીઆઇ વ્યવહારો પર ૦.૪ ટકા એમડીઆર ચૂકવશે. આ ફી ૭૫,૦૦૦ કે તેથી વધુના વ્યવહારો માટે મહત્તમ ૩૦૦ સુધી મર્યાદિત રહેશે.

વ્યક્તિ-થી-વ્યક્તિ, તેમજ મોટાભાગના રોજિંદા વેપારી ચુકવણીઓ, મફત રહેશે. રેલ્વે, ટેલિકોમ્યુનિકેશન, ઇંધણ અને વીમા જેવી આવશ્યક સેવાઓ માટેના વ્યવહારો માટે ૨,૦૦૦ થી વધુના વ્યવહારો માટે ૫ ની નિશ્ચિત ફી લાગશે. મૂડી બજારના વ્યવહારો, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ અને શેર ખરીદી, પર ૦.૦૨ ટકા ફી લાગશે, જેની મહત્તમ મર્યાદા ૩૦૦ હશે.