
દાહોદ જીલ્લા કલેકટર સુરભિ ગૌતમએ દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સેવાનિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સરકારી સેવાઓ તથા પંચાયત કક્ષાએ થતી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ સરકારી સેવાઓ, યોજનાઓની માહિતી તથા અરજીઓના નિકાલ અંગેની કામગીરીની માહિતી મેળવી હતી.

કલેકટરએ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને સમયસર મળી રહે તે માટે જરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમજ ગ્રામજનોની જરિયાતો અને સ્થાનિક પ્રશ્નો અંગે પણ જાણકારી મેળવી સંબંધિત અધિકારીઓને જરી કામગીરી કરવા સૂચના આપી હતી.
આ મુલાકાત દરમિયાન દેવગઢ બારીયા પ્રાંત, મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ-ગ્રામજનો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
