
સાબરકાંઠામાં બીઝેડ પોન્ઝી કૌભાંડ મામલે એક વર્ષ બાદ ફરી રોકાણકારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. નાણાં પરત ન મળવાના મુદ્દે કોર્ટ પરિસરમાં રોકાણકારો અને એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
કોર્ટ પરિસરમાં રોકાણકારોએ ભૂપેન્દ્ર ઝાલા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. રોકાણકારોનો આક્ષેપ છે કે લાંબો સમય વીતી ગયા બાદૃ પણ તેમના નાણાં પરત મળ્યા નથી. આ મુદ્દે રોકાણકારો અને એજન્ટો વચ્ચે માથાકૂટ થતાં વાતાવરણ તંગ બન્યું હતું.
રોકાણકારોના જણાવ્યા મુજબ, ભૂપેન્દ્ર ઝાલા દ્વારા નાણાં પરત આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમને રકમ મળી નથી. જેના કારણે રોકાણકારોમાં રોષ વધુ ઉગ્ર બન્યો છે. મામલામાં હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. કોર્ટ દ્વારા નાણાં જમા કરાવવા અંગે હુકમ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, રોકાણકારોના આક્ષેપ મુજબ હજુ સુધી કોર્ટમાં નાણાં જમા કરાવવામાં આવ્યા નથી.
આ સ્થિતિને લઈને રોકાણકારોએ હવે કોર્ટ સમક્ષ વધુ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ખાસ કરીને કોર્ટના આદૃેશનું પાલન ન થયું હોવાના આક્ષેપને લઈને રોકાણકારોમાં નારાજગી જોવા મળી રહી છે. રોકાણકારોનું કહેવું છે કે તેમને તેમની રકમ પરત મળે તે સૌથી મહત્વનો મુદ્દો છે રોકાણકારના પ્ૌસી પરત ન મળતાં તેઓ લાંબા સમયથી કાનૂની પ્રક્રિયા વચ્ચે ન્યાયની રાહ જોઈ રહૃાા છે.
હવે રોકાણકારોએ કોર્ટ સમક્ષ ભૂપેન્દ્ર ઝાલાના જામીન રદ કરવાની માગ કરી છે જામીન રદૃ માટેની આ માગ પાછળ કોર્ટના આદૃેશ મુજબની કાર્યવાહી અને નાણાં જમા ન કરાવવાના આક્ષેપને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહૃાું છે.
મામલાની સુનાવણી દરમિયાન કોર્ટ સુનાવણી વચ્ચે જ રોકાણકારો અને એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક વર્ષ બાદૃ પણ નાણાં પરત ન મળતાં રોકાણકારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. રોકાણકારો હવે નાણાંની પરતફેર સાથે કોર્ટના આદૃેશનું પાલન થાય તેવી માગ કરી રહૃાા છે. બીજી તરફ, સમગ્ર મામલે આગળની કાનૂની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર છે.
આ મામલે સાબરકાંઠામાં ફરી એકવાર બીઝેડ કૌભાંડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રોકાણકારોની માંગ, કોર્ટના અગાઉના આદૃેશ અને નાણાં જમા કરાવવાના મુદ્દે આગામી કાર્યવાહી મહત્વની બની શકે છે.