મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના નામે ૫૫ લાખની છેતરિંપડી, ૫ સામે ફરિયાદ

વડોદરા શહેરમાં મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપીને વિદ્યાર્થીના પિતા પાસેથી રૂ.૫૫ લાખ પડાવી લીધાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ એડમિશનની ખાતરી આપી શરૂઆતમાં બેંક મારફતે રૂ.૧૦ લાખ લીધા હતા, જ્યારે ત્યારબાદ રૂ.૪૫ લાખ રોકડા મેળવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવામાં આવ્યો નહોતો. નાણાં પરત માંગતા આરોપીઓએ આપેલા ચેક પણ બાઉન્સ થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુભાનપુરાના અમૃતા પાર્કમાં રહેતા ૫૬ વર્ષીય દિક્ષીત મુકેશકુમાર સુરેન્દ્રભાઈએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના પુત્ર શિવાંગે ધોરણ-૧૨ સાયન્સ પૂર્ણ કર્યું હતું અને તેને મેડિકલ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરાવવાની ઈચ્છા હતી. આ દરમિયાન મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની જાહેરાત અંગે માહિતી મળતા એપ્રિલ ૨૦૧૯માં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો.

ફરિયાદૃ મુજબ, અજીતેષકુમાર સારંગી સહિતના લોકોએ શિવાંગને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપી હતી. સમગ્ર પ્રક્રિયા માટે આશરે રૂ.૬૦ લાખનો ખર્ચ થશે તેમ કહી શરૂઆતમાં રૂ.૧૦ લાખ માંગવામાં આવ્યા હતા. ફરિયાદૃીએ યુનિયન બેંકના ત્રણ ચેક દ્વારા કુલ રૂ.૧૦ લાખ ‘ઓરબીટલ કેરિયરના ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપીઓએ એડમિશનની કાર્યવાહી શ‚ થઈ હોવાનું જણાવી મોબાઇલમાં કેટલાક દસ્તાવેજો અને લેટર પણ બતાવ્યા હતા. ત્યારબાદ મે-જૂન ૨૦૧૯ દરમિયાન દ્ગઈઈ્ની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું કહી વધુ રૂ.૪૫ લાખ રોકડા તૈયાર રાખવા જણાવ્યું હતું. ફરિયાદૃીએ આ રકમ પણ આરોપીઓને આપી હતી. આમ કુલ રૂ.૫૫ લાખ ચૂકવવામાં આવ્યા હતા.

નીટ પરીક્ષા બાદૃ પણ શિવાંગને ૨૦૧૯માં મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો નહોતો. ત્યારે આરોપીઓએ ૨૦૨૦માં એડમિશન ચોક્કસ થઈ જશે તેવી ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ પણ પ્રવેશ ન મળતાં પરિવારને શંકા ગઈ હતી. ફરિયાદૃીએ પોતાની રકમ પરત માંગતા આરોપીઓએ નાણાં પરત આપવા માટે બેંકના ચેક આપ્યા હતા. પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયા હતા. લાંબા સમય બાદ પણ ‚.૫૫ લાખ પરત ન મળતાં ફરિયાદૃીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે વડોદરાના અજીતેષ સારંગી, તેજલ અજીતેષ સારંગી, યાજનીક ચંદ્રેશ દિવ્યકાંત તેમજ દિલ્હીના રણજીત મુખીયા અને સંજીવ ઝા સામે પૂર્વઆયોજિત કાવતરું રચી મેડિકલ એડમિશનના બહાને રૂ.૫૫ લાખની છેતરિંપડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.