બોડેલી તાલુકાના વાંટડા ગામે ૨૫ ઓગસ્ટની રાત્રિએ અચાનક હાઈ વોલ્ટેજ આવી જતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી જવા પામી હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના મોટાભાગના ધરોમાં પંખા, ટીવી, ફ્રિઝ, બલ્બ સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે લાખો પિયાનુ નુકસાન થતાં એમજીવીસીએલ સામે ગામલોકોએ ભારે રોષ વ્યકત કર્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે અચાનક વીજ વોલટેજ વધી જતાં ધરોમાં પંખા પુરપાટ ફરવા લાગ્યા હતા. જયારે લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. આ ધટનાથી ગભરાયેલા લોક ધરની બહાર દોડી આવ્યા હતા. થોડા સમય બાદ વીજ પુરવઠો સામાન્ય થતાં ગ્રામજનોએ પોતાના ધરોમાં તપાસ કરી હતી ત્યારે અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. હાઈ વોલ્ટેજની ધટનાને પગલે મોટાભાગના પરિવારોને લાખો પિયાનુ નુકસાન પહોંચ્યુ હતુ. ધટનાને લઈને ગ્રામજનોએ એમજીવીસીએલ વીજ કંપનીના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, વાંટડા ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનુ કાયમી નિરાકરણ કરવામાં આવતુ નથી. ફરિયાદ બાદ કર્મચારીઓ સમયસર સ્થળ પર પહોંચતા ન હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.