
જૂનાગઢના વિશ્ર્વવિખ્યાત ભવનાથ મહાદેવના શિવરાત્રી મેળાને લઈને રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અયક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ભવનાથ મેળાના આયોજન, વ્યવસ્થા અને ભવિષ્યની દિશા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે-સાથે જૂનાગઢના આગેવાનો, સાધુ-સંતો, ધારાસભ્યો, મેયર તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ભવનાથમાં દર વર્ષે મહાશિવરાત્રીના અવસરે પવિત્ર મેળો યોજાય છે, જેમાં દેશભરના લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. વર્ષો વર્ષ શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી હોવાથી સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ કારણસર રાજ્ય સરકાર કુંભ મેળાની જેમ જ ભવનાથ મેળાના આયોજન માટે તૈયારી કરી રહી છે.
બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી કે ભવનાથ મેળો માત્ર ધામક નહીં પરંતુ આયાત્મિક અને સાંસ્કૃતિક રીતે રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ પામે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચે. સાધુ-સંતોનો મેળો પરંપરાગત રીતે યોજાય, તેમાં કોઈ પ્રકારની પરંપરા તૂટે નહીં તે બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સંતોના સૂચનોને મહત્વ આપીને આયોજન કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
સ્વચ્છતા અને પાકગ જેવી મૂળભૂત સુવિધાઓ અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. ખાસ કરીને ભવનાથમાં આવેલા પવિત્ર દામોદર કુંડની કાયમી સફાઈ અને જાળવણી માટે લાંબા ગાળાનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી. મેળા દરમિયાન અખાડાઓ, સાધુ-સંતોની રહેવાની વ્યવસ્થા અને અન્નક્ષેત્રોની સુચારુ વ્યવસ્થા કેવી રીતે થાય તેની માહિતી પણ અધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી. બેઠકમાં રવેડીની મર્યાદા અંગે પણ ચર્ચા થઈ હતી. આ બાબતે સંતો સાથે ચર્ચા કરીને પરંપરા અને શિસ્ત બંને જળવાઈ રહે તે રીતે નિર્ણય લેવા સહમતિ બની હતી. ઉપરાંત, મેળાના રૂટને લાંબો કરવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે અંતિમ નિર્ણય સાધુ-સંતો લેશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
આ બેઠક બાદ સ્પષ્ટ થયું છે કે ભવનાથ મેળાને વધુ ભવ્ય, સુવ્યવસ્થિત અને વૈશ્ર્વિક સ્તરે ઓળખ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં સંતો અને સ્થાનિક આગેવાનોની સહમતી મુખ્ય ભૂમિકા ભજવશે.