બોડેલીના જબુગામમાં ઇંટના કારખાના દીપડો દેખાતા લોકોમાં ભય

બોડેલી તાલુકાના જબુગામમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે. રહેણાંક વિસ્તાર નજીક ઇંટના કારખાના પાસે દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટના જબુગામ રેલવે નાળાની બિલકુલ પાસે આવેલા ઇંટના કારખાનામાં બની હતી. રાત્રીના સમયે દીપડો દેખાતા કારખાનામાં કામ કરતા મજૂરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.દીપડો દેખાયાની જાણ થતા જ ગામ લોકો એકઠા થયા હતા. લોકોનો જમાવડો થતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

છોટાઉદેપુર જીલ્લામાં, ખાસ કરીને બોડેલી તાલુકામાં, વારંવાર દીપડા દેખાવાની ઘટનાઓ બની રહી છે. અગાઉ પણ અનેક દીપડા પાંજરે પુરાયા હોવા છતાં, દીપડાના સતત દેખાવાથી લોકો ભયભીત છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરા ગોઠવી દીપડાને પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.