દાહોદ-ઈન્દોર નેશનલ હાઈવે નં.૪૭ પરથી એક અજાણ્યા પુષની લાશ મળી આવેલી છે. કતવારા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોત (રજી. નં.૧૩/૨૦૨૬) નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત અનુસાર, તા. ૧૧/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યાથી તા. ૧૨/૦૮/૨૦૨૬ ના સવારના ૦૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ઈન્દોર-અમદાવાદ હાઈવે રોડ પરથી આશરે ૩૫ વર્ષની વયના એક અજાણ્યો પુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
મૃતકના વાલીવારસ કે ઓળખ મળી ન આવતા હાલ લાશને ઓળખ માટે દાહોદ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ મમાં રાખવામાં આવી છે.મૃતકનું શારીરિક વર્ણન: ઉંમર: આશરે ૩૫ વર્ષ બાંધો: પાતળો રંગ: ઘઉંવર્ણો વાળ: કાળા પહેરેલા કપડાં ગુલાબી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટઆ વર્ણનવાળા પુષ અથવા તેના સગા-સંબંધીઓ અંગે કોઈને પણ જાણકારી મળે, તો તાત્કાલિક કતવારા પોલીસ સ્ટેશન અથવા તપાસ કરનાર અમલદારના મોબાઈલ નંબર ૮૨૦૦૧૧૪૨૫૫ પર સંપર્ક કરવા કતવારા પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે.