ત્વિષા શર્માના મૃત્યુ કેસમાં સીબીઆઈએ આરોપી સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહ વિરુદ્ધ આઇપીસીની કલમ ૮૦(૨), ૮૫, ૧૦૮ અને ૩(૫) હેઠળ આરોપ મુક્યો છે. આરોપીઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધ અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૩ અને ૪ હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા છે.
અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે સીબીઆઈએ ભૂતપૂર્વ મોડેલ ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ત્વિષા ૧૨ મેના રોજ ભોપાલમાં તેના સાસરિયાના ઘરે શંકાસ્પદ સંજાગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. ત્વિષા ના પતિ સમર્થ વકીલ છે, જ્યારે તેની માતા ગિરિબાલા ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ છે.ત્વિષાના પરિવારનો આરોપ છે કે દંપતીએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો અને દહેજ માટે ત્રાસ આપ્યો હતો. ત્વિષાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સમર્થ સાથે લગ્ન કર્યા હતા અને ૧૨ મેના રોજ તે તેના સાસરિયાના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી.
એફઆઈઆરમાં આરોપ છે કે સમર્થ તેને એઈમ્સ ભોપાલ લઈ ગયો હતો, જ્યાં તેણે દાવો કર્યો હતો કે Âત્વષાએ રાત્રે ૧૦ઃ૨૦ વાગ્યે ઘરે ફાંસી લગાવી હતી. એફઆઈઆર મુજબ, એઈમ્સના ડોકટરોએ પોલીસને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું, જેના પગલે મેડિકલ-લીગલ કેસ નોંધવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલા પ્રારંભિક પોલીસ તપાસ અને બીજા પોસ્ટમોર્ટમ પછી, સીબીઆઈએ તપાસ સંભાળી અને સમર્થ અને ગિરિબાલાની ધરપકડ કરી.
અગાઉ, કેસની છેલ્લી સુનાવણીમાં, કોર્ટે સીબીઆઈને તેનો અંતિમ અહેવાલ (ચાર્જશીટ) દાખલ કરવા માટે સોમવાર સુધીનો સમય આપ્યો હતો. સીબીઆઈએ ૨૫ મેના રોજ કેસની તપાસ શરૂ કરી હતી. ત્વિષાના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહ, જે ભૂતપૂર્વ ન્યાયાધીશ છે, ૨ જૂનથી ભોપાલ સેન્ટ્રલ જેલમાં બંધ છે. દરમિયાન, ગિરિબાલા સિંહની જામીન અરજી પર આવતા અઠવાડિયે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સુનાવણી થવાની ધારણા છે.