
સુરતમાં ફરી દારૂની મહેફિલ ઝડપાઈ છે. મોજી રાત્રે શહેરના ડુમર રોડ પર આવેલા રાજહંસ બેલિઝા સોસાયટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પ્રાપ્ત વિગત અનુસાર રાજહંસ બેલિઝા બીલ્ડીન્ગના ટાવર-બીમાં ફ્લેટ નંબર ૧૩૧૭મા મોડી રાત્રે દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યા હતા. જ્યાં છ વેપારીઓ દારૂની મજા માણી રહ્યાં હતા.
તમામ લોકોને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.સુરતમાં બે દિવસમાં બીજીવાર દારૂની મહેફિલ ઝડપાઈ છે. ૧૬ ઓગસ્ટે મોડી રાત્રે પોલીસે ડુમસ રોડ પર આવેલા ફ્લેટમાં દરોડો પાડ્યા હતા. આ દરમિયાન છ વેપારીઓ દારૂની પાર્ટી કરી રહ્યાં હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન ૧૪ દારૂની ભરેલી અને ૨ ખાલી બોટલ મળી આવી હતી. જેની કિંમત ૧ લાખ કરતા વધુ છે.પોલીસે કાર્યવાહી દરમિયાન ફ્લેટ માલિક અનુપ પાંપાળીયા સહિત કાપડના પાંચ વેપારીઓની ધરપકડ કરી હતી.
જેમાં ઓમપ્રકાશ રાઠી, ધીરજ પાંપાળીયા, આનંદ પાંપાળીયા, મુદસીર નાઝીર અને ગગન સંતોષકુમાર ચાંડકનો સમાવેશ થાય છે. પોલીસે પોતાની કાર્યવાહીમાં ૧.૭ લાખની દારૂની ૧૪ બોટલો કબજે કરી હતી.આ સિવાય તમામ આરોપીઓ પાસેથી ૪ લાખની કિંમતના આઠ મોબાઈલ ફોન, ૫ લાખ રૂપિયાની કિંમતની એક કાર જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કુલ ૧૦ લાખ જેટલી રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ છ લોકો સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.