રાજકોટ એસઓજી અને કુવાડવા રોડ પોલીસનો સંયુક્ત કાર્યવાહી સામે આવી છે.ગેરકાયદે પેટ્રોલ વેચાણ ૨ શખ્સો પર કાર્યવાહી કરવામાં આવી છે.ટ્રાન્સપોર્ટનગરના ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ચાલતો હતોગેરકાયદે ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સાથે ૧૯૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે.ગ્રાહકોને છેતરી વાહનોમાં શંકાસ્પદ ઈંધણ નાખવા આવતું હતું.
મહેલમ ભારમલ અને રણજિત ધાંધલની ધરપકડ કરાઈ છે.ર્જીંય્ની કાર્યવાહીમાં રૂપિયા ૩.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.લેપટોપ, ડાયરી, બિલબુક સહિત વેપારના ડોક્્યુમેન્ટ પણ પોલીસ કબજામાં છે.પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેની કિંમતોમાં ફેરફાર કાચા તેલ પર આધાર રાખે છે.
પેટ્રોલમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન તેમજ અન્ય કાર્બનિક સંયોજનોના નિશાન હોય છે.આજકાલ દેશમાં મોટાભાગના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. જા વૈશ્વિક લેબલ પર ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થાય છે તો તેની અસર સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડે છે.