
શુક્રવારે, સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનન કુમાર મિશ્રા દ્વારા જારી કરાયેલા નિર્દેશોની સખત નિંદા કરી. હકીકતમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ વિરોધ ઝુંબેશને કારણે નાલસર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશને રોકવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે અને આ મામલે બીસીઆઇની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું,બીસીઆઇ કારણ વગર કાર્યવાહી કરી રહ્યું છે. જા વિદ્યાર્થીઓ પાસે વિરોધ કરવાનું કારણ હોય, તો તેમને તેમ કરવાનો અધિકાર છે. વિદ્યાર્થીઓ મને પત્ર લખી શક્યા હોત. આ વિદ્યાર્થીઓ અને મારી વચ્ચેનો સંવાદ છે. બિનજરૂરી મુદ્દાઓ ઉઠાવનારા તેઓ કોણ છે? આ સંપૂર્ણપણે અયોગ્ય છે.બીસીઆઇને આ સાથે કોઈ લેવાદેવા નથી.”
મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું, “હું પોતે મારા વિદ્યાર્થીકાળ દરમિયાન વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેઓ શાંતિથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે; તેમને આમ કરવાની છૂટ આપવી જાઈએ. ભલે તેઓ ખોટા હોય, પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. તેમને કોણ રોકી શકે? જ્યાં સુધી તેઓ કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યાં સુધી તેમને સાંભળવા જાઈએ.” બાર કાઉન્સિલ કે અન્ય કોઈ સંસ્થાએ શા માટે દખલ કરવી જાઈએ?’મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે આ ટિપ્પણીઓ ત્યારે કરી જ્યારે વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે બીસીઆઈ ચેરમેનના નિર્દેશો સામે દાખલ કરાયેલી રિટ અરજીનો મૌખિક રીતે ઉલ્લેખ કર્યો.
પરમેશ્વરે સમજાવ્યું કે ભલે બીસીઆઈ ચેરમેને પાછળથી નિર્દેશો પાછા ખેંચી લીધા, પણ અરજી પર કાર્યવાહી માટેનો આધાર હજુ પણ બાકી છે.તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટના બીસીઆઇ પ્રમુખની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે નિર્દેશ કર્યો કે બીસીઆઇ પ્રમુખની કાર્યવાહીને અધિકૃત કરતી કોઈપણ કાઉન્સિલ મીટિંગનો કોઈ ઉલ્લેખ નથી. કેરળના એક બીસીઆઇ સભ્ય પહેલાથી જ આ પગલાનો વિરોધ કરી ચુક્યા છે. પરમેશ્વરે કહ્યું, “બાર કાઉન્સિલની કામગીરી પોતે જ એક ગંભીર મુદ્દો છે.” બીસીઆઇનું પ્રતિનિધિત્વ કરતી એડવોકેટ રાધિકા ગૌતમે કોર્ટને માહિતી આપી કે વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે.