
ટાટા ગ્રુપના ટોચના સ્તરે નેતૃત્વની સ્થિતિ અંગે અટકળો વધુ તીવ્ર બની છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન વાર્ષિક સામાન્ય સભા પહેલા પદ છોડવાના અહેવાલ છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે તેમના નજીકના સહયોગીઓ સાથે શક્યતા અંગે ચર્ચા કર્યા પછી રાજીનામું આપ્યું.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું છે કે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૭ ના રોજ તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યારે તેઓ ફરીથી નિમણૂકની માંગ કરશે નહીં, અને બોર્ડને તેમના અનુગામી અંગે નિર્ણય લેવા કહૃાું છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ફરીથી નિમણૂકના પ્રસ્તાવને બોર્ડ તરફથી સર્વસંમતિથી સમર્થન મળ્યું નથી; તેઓ બીજા કાર્યકાળ માટે અરજી કરશે નહીં.
ડિરેક્ટર તરીકે તેમની પુન:નિમણૂકને લગતી અનિશ્ર્ચિતતાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સૂત્રોને ટાંકીને અહેવાલો કહે છે કે ચંદ્રશેખરન પોતે રાજીનામું આપવાનું વિચારી રહૃાા હતા. તેઓ તેમના ભવિષ્યને સંભવિત વિવાદૃાસ્પદ શેરધારકોના મત પર છોડવા માંગતા ન હતા.
ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ચાલે છે. ચેરમેન તરીકે રહેવા માટે, તેમને ટાટા સન્સના ડિરેક્ટર તરીકે ફરીથી નિમણૂક કરવી પડશે. ૧૮ ઓગસ્ટના રોજ કંપનીની એજીએમમાં ડિરેક્ટર તરીકે તેમની પુન:નિયુક્તિ પર શેરધારકો મતદાન કરવાના છે. મુખ્ય મુદ્દાઓ પર જૂથમાં મતભેદૃ હોવાના અહેવાલો પણ છે.
આ અનિશ્ર્ચિતતા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને એન. ચંદ્રશેખરન વચ્ચેના કેટલાક મુદ્દાઓ પર મતભેદો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ટાટા ટ્રસ્ટ ટાટા સન્સનો સૌથી મોટો શેરધારક છે અને જૂથની વ્યૂહાત્મક દિશાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફેબ્રુઆરીમાં, ટાટા સન્સ બોર્ડે ચંદ્રશેખરનની પુન:નિયુક્તિ અંગેનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. અહેવાલો અનુસાર, નોએલ ટાટાએ જૂથના કેટલાક નવા વ્યવસાયોના પ્રદર્શન અંગે િંચતા વ્યક્ત કરી હતી. આ કારણે બોર્ડે આ બાબતે અંતિમ નિર્ણય મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.
એન. ચંદ્રશેખરનનો ટાટા ગ્રુપ સાથે લાંબો સંબંધ રહૃાો છે. તેમણે ૧૯૮૭માં જૂથ સાથે તેમની વ્યાવસાયિક કારકિર્દૃીની શઆત કરી હતી. બાદમાં તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના મુખ્ય કાર્યકારી અધિકારી બન્યા. તેમણે કંપનીને વૈશ્ર્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૦૧૭ માં, તેમને ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો અનુભવ જૂથ માટે મહત્વપૂર્ણ રહૃાો છે.
આ અટકળોની શેરબજાર પર પણ અસર પડી. બુધવારે સવારના ટ્રેિંડગ દૃરમિયાન, ટાટા ગ્રુપની ઘણી કંપનીઓના શેર વેચવાલીનું દબાણ હતું.એનએસઇ પર ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેર એક ટકાથી વધુ ઘટીને ૧,૦૬૬ ની આસપાસ હતા.ટીસીએસના શેર પણ લગભગ ૧ ટકા ઘટીને ૨,૪૨૪.૫૦ ની આસપાસ હતા. ટાઇટન કંપનીના શેર લગભગ ૧.૦૩ ટકા ઘટીને ૫,૦૭૫.૧૦ પર ટ્રેડ થયા. ટાટા પાવરના શેર લગભગ ૦.૯ ટકા ઘટીને ૩૭૬.૬૦ પર ટ્રેડ થયા.