
લીમખેડામંગલ મહુડી વચ્ચેની ઘટના : મૃતદેહનો ભાગ ઘઇંઊ સાથે અથડાતા વાયર તૂટ્યો, સાબરમતી ટ્રેનનો પેન્ટોગ્રાફ ફસાયો; અનેક ટ્રેનો મોડી પડી.
પશ્ચિમ રેલવેના રતલામ મંડળ હેઠળ લીમખેડા અને મંગલ મહુડી વચ્ચે ગઈકાલે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુપરફાસ્ટ ટ્રેન માંથી એક યુવક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત બાદ યુવકનો મૃતદેહ ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાયો હતો અને તેના શરીરનો એક ભાગ ઉપરથી પસાર થઈ રહેલા ઓવરહેડ ઇલેક્ટ્રિક (ઘઇંઊ) વાયર સાથે અથડાતાં ઘઇંઊ વાયર તૂટી ગયો હતો. ઘઇંઊ વાયર તૂટી જતાં આ ટ પરથી પસાર થઈ રહેલી સાબરમતી ટ્રેનનો પેન્ટોગ્રાફ પણ તેમાં ફસાઈ ગયો હતો, જેના કારણે ટ્રેનને નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રોકાવું પડયું હતું. ઘટનાની અસર ડાઉન લાઈન પર જોવા મળી હતી અને અનેક ટ્રેનો મોડી પડી હતી.ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગુજરાત રેલવે પોલીસ (ૠછઙ) તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ (છઙઋ)ના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરી કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે તંત્ર દ્વારા કામગીરી તથા ટ્રેન વ્યવહારને સામાન્ય કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવક વડોદરાના છાયાપુરી થી ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રેનમાં સવાર થયો હતો. તેનો ભાઈ તેને ટ્રેનમાં બેસાડયા બાદ ઘરે પરત ફર્યો હતો. અકસ્માત બાદ મૃતક પાસેથી મળેલી વિગતોના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઘટનાની ગંભીરતાને પગલે રતલામ મંડળમાંથી ઉચ્ચ અધિકારીઓ પણ દાહોદ પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગુજરાત રેલવે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ સમગ્ર બનાવને પગલે લીમખેડા-મંગલ મહુડી વચ્ચેના રેલવે ટ પર થોડા સમય માટે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી.