
બોડેલીના શાંતાનગર સોસાયટીના રહેવાસી મીત વિષ્ણુ પરમાર ભારતીય સેનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફર્યા હતા. તેમના આગમન પર નગરમાં ભવ્ય સ્વાગત રેલી યોજવામાં આવી હતી.
આ રેલી વિશ્રામ ગૃહ પાસેથી શ થઈને ગોપેશ્ર્વર મંદિર સુધી પહોંચી હતી. રેલી દરમિયાન ગ્રામજનોએ તિરંગા સાથે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર બોડેલી નગર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
મીત વિષ્ણુ પરમારની ભારતીય સેનામાં પસંદગી થતા તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.