કવાંટ તાલુકામાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડુતોમાં આનંદ

છેલ્લા એક અઠવાડિયાના વિરામ બાદ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી તાલુકાના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયેલા આ વરસાદને કારણે ઉકળાટભર્યા વાતાવરણમાંથી નગરજનોને ઠંડક અને રાહત મળી છે.

વરસાદના આગમનથી કવાંટ તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં વાવેલા પાકને આ વરસાદથી નવું જીવનદાન મળ્યું છે, જે ખેડૂતો માટે આશાનું કિરણ બન્યું છે.