દાહોદના પડાવ સર્કલ પાસે શિવ જવેલર્સમાં ત્રાટકેલા તસ્કરોએ દુકાનને નિશાન બનાવી રૂ.૪.૫૭ લાખના દાગીનાની ચોરી કરી ફરાર

દાહોદના પડાવ સર્કલ = ખાતે ત્રાટકેલા તસ્કરોએ મહાદેવ મંદિર પાસે આવેલ શિવ જવેલર્સનામની – દુકાનને ટાર્ગેટ બનાવી દુકાનના મેઈન દરવાજાનું સેન્ટર લોક તથા સાંકળ ૧ સાથે મારેલ તાળું તોડી દુકાન માંથી રૂપિયા ૪ રૂ ૫૨,૭૦૦/-ની કિંમતનાનું સોના ચાંદીના દાગીના ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે. દાહોદ શહેર સહિત જીલ્લામાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણી માં ઓછો વરસાદ થતાં ચોરી- ચકારીનો ડર વધ્યો છે. તેવા સમયે દાહોદ શહેરના પડાવ સર્કલ ખાતે ગત મધરાતે ત્રાટકેલા તસ્કરોએ મન કામેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનના મેઈને દરવાજાનું સેન્ટર લોક તથા સાંકળ સાથે મારેલ તાળું તોડી તસ્કરો મેન દરવાજા વાટે દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં આવેલ કાચવાળા કાઉન્ટરના ટેબલના ડ્રોવર માંથી ‚પિયા ૬૦,૦૦૦/-ની કિંમતના આશરે ચાર ગ્રામ વજનના સોનાના દાગીના તથા રૂપિયા ૩,૯૨, ૭૦૦/-ની કિંમતના આશરે ૧ કિલો ૯૪૫ ગ્રામ વજનના ચાંદીના દાગીના મળી કુલ ‚પિયા ૪,૫૨,૭૦૦/-ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને લઈ ગયા હતા. તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા તે સમયે દુકાનમાં લગાવેલ સિસી ટીવી કમેરા ચાલુ હોવાને કારણે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ સંબંધે શિવ જવેલર્સ નામની દુકાનના માલિક દાહોદ મંડાવાવ રોડ, અગ્રવાલ સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય રોનકભાઈ દીપકકુમાર ખંડેલવાલે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫એ),૩૩૧ ,૩૩૧,(૩), ૩૩૧(૪) મુજબ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની કાર્યવાહી હાથ ધરી છે.