દોઢ મહિનાની તલસ્પર્શી તપાસ બાદ દાહોદ પોલીસે CCTVના આધારે ગેંગ સુધી પહોંચ મેળવી.!

દાહોદનીરૂ.૧૪.૧૭ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ઇન્દોરની સિક્લીગર ગેંગનો એક આરોપી પોલીસના સકંજામાં.!

મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપી ફરાર, શોધખોળ તેજ.

સિક્લીગર ગેંગ આંતરરાજ્ય ગેંગ હોવાનો ખુલાસો, ૨૦ ટકાની લાલચે વિશ્ર્વજીત ફસાયો.

પોલીસ તપાસ દરમિયાન ઈંદોરની સીકલીંગર ગેંગ આંતરરાષ્ટ્રીય ગેંગ હોવાનું સામે આવ્યું છે. આ ગેંગના માસ્ટર માઈન્ડ કુંદનસિંગ બચપનસિંગ સિકલીગર મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે. કુંદનસીંગ સામે મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશના અલગ અલગ રાજયોમાં ઘરફોડ ચોરીના સંખ્યાબંધ ગુનાઓ આચરેલા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તેની સાથે હરપાલસિંહ હરજીતસિંઘ બરનાળા પણ કુંદનર્સિંગની જેમ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન પકડાયેલો વિશ્ર્વજીત બરનાલાને ઉપરોક્ત બંને આરોપીઓએ ૨૦% ની રકમ આપવાની લાલચ આપી ગુના આચારવામાં સામેલ કર્યો હતો. ઉપરોક્ત ગેંગ વિશ્ર્વજીતની નંબર પ્લેટ વગરની હોન્ડા સાઈન બાઈક લઈને દાહોદ ચોરી કરવા આવ્યા હતા. જયાં ચોરી કર્યા બાદ વિશ્ર્વજીતે ગુનામાં વપરાયેલી હોન્ડા સાઈન ગાડીને એક્સચેન્જમાં આપી નવી ગાડી ખરીદી હતી. જોકે, પકડાયેલા અગાઉ કેટલા ગુનામાં વોન્ટેડ છે, તે અંગેની તપાસ હાલ ચાલી રહી છે. સાથે જ ગુનામાં ગયેલો મુદ્દામાલ પણ રિકવર કરવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરના ગોવિંદનગર ખાતે આવેલી સહયોગ નગર સોસાયટીમાં દોઢેક મહિના અગાઉ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૧૪ લાખ ઉપરાંતની ઘરફોડ ચોરીના બનાવમાં દાહોદ પોલીસે તલસ્પર્શી તપાસના અંતે ગુનાનો ભેદ ઉકેલી મધ્યપ્રદેશ-ઈન્દોરના સિલીગર ગેંગના એક સાગરીતને દબોચી જેલના સલાખો પાછળ ધકેલી દીધો છે. તેમજ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ૨ આરોપી ફરાર હોવાથી પોલીસે બંને આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની પુછપરછમાં આરોપએ ઘણાબધા ચોકાવનારા

ખુલાસા પણ કર્યા છે.

દાહોદ શહેરના સહયોગનગર, ગોવિંદનગર સોસાયટી ખાતેના રહેવાસી સંકેત વિનોદ પંચાલ બહારગામ હોવાથી તેમના બંધ મકાનમાં ૧૯ જૂનને ચોરી થઈ હતી. જેમાં બાઈક ઉપર આવેલ ૩ અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળું તોડી મકાન માંથી ચાંદીની પેટી, તેમજ ચાંદીના ટુકડા મળી ૮.૬૭ લાખ ‚પિયાની ચાંદી તેમજ પાકીટમાં મુકેલા ૫.૫૦ લાખ મળી કુલ ૧૪,૧૭,૦૦૦ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જે બાદ દાહોદ પોલીસે છેલ્લા દોઢ મહિનાની તપાસના અંતે ચોરીમાં સામેલ વિશ્ર્વજીતસિંહ સુરજીતસિંહ બરનાલા (રહે. આકાશનગર,દ્વારાકાપૂરી,ઈન્દોર)ને ઝડપી પાડી તેની પુછપરછ કરતા આ ચોરીમાં કુંદનર્સિંગ બચપનર્સિંગ સીકલીગર (રહે.આકાશ નગર) જે ગેંગનો સરદાર છે. તેમજ તેની સાથ હરપલસિંહ હરજીતસિંગ બરનાલા (રહે. આકાશ નગર, વિધુર્નાગર, ઈન્દોરે) સાથે મળી આ ચોરીના અંજામ આપી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઉપરોકત બંને આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો મારફતે તેમના રહેણાંક સ્થળોએ છાપો મારતા પરંતુ તેઓ ભૂગર્ભમાં ઉતારી ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપીઓને પાડવાના ચક્રો ગતિમાન કાર્ય છે. સિલીગર ગેંગ ચોરી કરવા ઈન્દોરથી દાહોદ આવી અને પોલીસની ગેરહાજરીમાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

દાહોદમાં ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશમાં તસ્કરો આ પેહેરેલા કપડા બાલી નાખ્યા અને ભાગવા માટે અંતરિયાળ ‚ટ બદલી નાખ્યો ઉપરોક્ત ગેંગે ચોરી કર્યા બાદ પોલીસ અને કેમેરાથી બચવા હાઇવે ના બદલે અંતરિયાળ રસ્તાનો ઉપયોગ કર્યો હતો, જેમાં ચોરી કર્યા બાદ હાઇવે ના બદલે ધામરડા, મેથનગર થઈ બદનાવારના રસ્તે ઇન્દોર તરફ ભાગ્યા હતા.આ દરમિયાન દાહોદમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેઓ ઓળખાઈના જાય તે માટે પેહેરલા કપડા ઉપર બીજા કપડા પેહરી લીધા હતા. જેનાથી તમને શરીર જાડુ લાગી શકે સાથે જ પોતાની પાઘડી છુપાવવા માટે સ્પોર્ટ્સ ટોપી પેહરી લીધી હતી અને ઘટનાને અંજામ આપ્યા બાદ મધ્યપ્રદેશના બદનાવર પાસે આવેલા ભેસાણ ચોકડી પાસે આવેલ જંગલમાં કપડા તેમજ ટોપી ઉતારી બાળી નાખ્યા હતા. અને પોતાના ઓરીજીનલ સ્વ‚પમાં ઇન્દોર તરફ ભાગ્યા હતા.

પોલીસે દાહોદ થી ઇન્દોર સુધીના ઈઈઝટ ફૂટેજ ખંગાળતા સિક્લીગર ગેંગનો થયો પર્દાફાશ.!

ચોરી કર્યા બાદ ફરાર થયેલા તસ્કરોને શોધી કાઢવા માટે દાહોદ છ ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન દાહોદના નેત્રમ તેમજ સ્માર્ટ સિટીના કેમેરામાં એક બાઈક ઉપર જઈ રહેલા ત્રણ શંકાસ્પદ ઈસમોની ફૂટેજ પોલીસના ધ્યાને આવી હતી.અને પોલીસે બાઈક સવાર ત્રણેય ઈસમોની તપાસ શ‚ કરી હતી. આ દરમિયાન તેઓ શહેરના ગોવિંદ નગરથી મંડાવ ચોકડી થઈ ધામરડા જવાના રસ્તે આગળ વધ્યા હતા. પોલીસે બાઈક સવાર ઈસમોનો પીછો કરતા છેક દાહોદ થી ઇન્દોર સુધીના સંખ્યાબંધ ઝઝૂફ કેમેરા ચેક કર્યા હતા. આ દરમિયાન શંકાસ્પદ લાગતા ઈસમોની અસલ ઓળખ બદનાવર પાસે લાગેલા ઝઝુફ કેમેરામાં કેદ થઈ અને ઝઝુફ કેમેરાની તલાશ કરતા દાહોદ પોલીસ ઇન્દોર ખાતે આવેલા દ્વારકાપૂરી પોલીસ મથકે પહોંચી હતી. અને સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરતાં આ ગેંગનો ભાંડો ફૂટયો હતો. જોકે પોલીસે આખરે દોઢ મહિનાના તપાસના અંતે ગેંગના એક સગીરતને ઝડપી પાડયો છે.

દેશના અલગ અલગ રાજ્યોમાં સંખ્યાબંધ તસ્કરીના બનાવોને અંજામ આપનારી સીકલીગર ગેંગ ચોરી કરવાના ઈરાદે નંબર પ્લેટ વગરની બાઈક લઈ ચોરી કરવા દાહોદ આવી હતી.અને ગોવિંદ નગર ખાતે બંધ મકાનને નિસાન બનાવ્યું હતું.આ ગેંગ મુખત્વે સવારના સમર્યે, ૪ થી ૬ ના સમયગાળામાં ચોરી કરે છે. જે સમયગાળા દરમ્યાન પોલીસની ડયુટી ચેન્જ થાય છે. અને સવારે દૂધ, શાકભાજી કે મોર્નિંગ વોક કરવા માટે લોકો ઘરની બહાર નીકળે છે.આ દરમ્યાન વેશ પલટો કરીને લોકોમાં ભળી જાય છે અને જે મકાનને બહારથી તાળું મારેલ દેખાય તે મકાનને તેમની સાથે લાવેલા હથિયારથી ક્ષણભરમાં તોડી ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે.