બાલાસિનોરમાં ભારે વરસાદને લઈ ચાર કાચા મકાનો અને બે શાળાની દિવાલો ધરાશાઈ

બાલાસિનોર, હાલ ચોમાસામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે બાલાસિનોર અને વિરપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેમાં બાલાસિનોરમાં 3 ઈંચ અને વિરપુરમાં 5 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં બાલાસિનોરમાં કાચા મકાનો અને શાળાની દિવાલ ધરાશાઈ થઈ હતી.

બાલાસિનોર તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસની શરૂઆતમાં જ વરસાદ ખેતીલાયક વરસતા ખેડુતોમાં આનંદ છવાયો છે. અને આ વરસાદ વરસવાને પગલે તાલુકાના માળના મુવાડા, ઓધવજીના મુવાડા, ઓથવાડ, સુતરીયા ગામોમાં કાચા મકાનો ધરાશાઈ થયા હતા. ઉપરાંત બારીયા વગા અને સલીયાવાડી પ્રાથમિક શાળા સહિત જેઠોલી આરોગ્ય સબ સેન્ટરની દિવાલ પણ ધરાશાઈ થઈ હતી.