રામચરિતમાનસને મસ્જિદમાં બેસીને લખવામાં આવ્યું હતું, બિહારના શિક્ષણ મંત્રી પછી રાજદના ધારાસભ્યની વિવાદિત પ્રતિક્રિયા

પટણા, બિહારના રાજકારણમાં રામચરિતમાનસ પર વિવાદ ફરીથી શરુ થઈ ગયો છે. બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર પછી હવે RJD ના બાહુબલી ધારાસભ્ય રીતલાલ યાદવે રામચરિતમાનસને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રામચરિતમાનસને મસ્જિદમાં બેસીને લખવામાં આવ્યું હતું. ઈતિહાસ ઉઠાવીને જોઈ લો. જેના પર ભાજપને આપત્તિ વ્યક્ત કરી છે.

આ પહેલા નીતિશ સરકારમાં RJD કોટાના મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરત ફેલાવનારો ગ્રંથ ગણાવ્યો હતો, જેના પર જોરદાર રાજકીય બબાલ શરુ થઈ હતી.

પટનાના દાનાપુરથી RJD ધારાસભ્ય રીતલાલ યાદવે હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપના લોકો એકબીજાને ઝઘડાવવામાં છે લાગેલા છે. તેમણે કહ્યું- આવું કયાં સુધી ચાલશે. હવે લોકો રામ મંદિરની ચર્ચા કરે છે. એક સમય હતો જ્યારે રામચરિતમાનસને મસ્જિદમાં લખવામાં આવ્યું હતું, ઈતિહાસ ઉઠાવીને જોઈ લો. તે સમયે આપણું હિન્દુત્વ ખતરામાં ન હતું? એક મુસ્લિમ યુવતી જ્યારે ભાગવત કથા માટે પુરસ્કાર જીતે છે તો લોકો કંઈજ નથી બોલતા. જ્યારે આપણો દેશ ગુલામ હતો, તે સમયે મુસલમાનને દેશમાંથી ભગાડી દેવા જોઈતા હતા. ભાજપે પોતાની પાર્ટીમાંથી પણ મુસ્લિમ લોકોને ભગાડી દેવા જોઈએ. રીતલાલ યાદવનું નામ બિહારના બાહુબલી નેતામાં ગણાય છે. તેના વિરુદ્ધ હત્યા, એક્સ્ટોર્શન સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

રીતલાલ યાદવના આ નિવેદન પછી બિહારના રાજકારણમાં ફરી ઉહાપોહ ઊભો થયો છે. ભાજપે આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. ભાજપના નેતા અરવિંદ સિંહે કહ્યું કે- રામચરિતમાનસને તુલસીદાસજીએ ક્યાં બેસીને લખ્યું તે બધાં જ જાણે છે. જે લોકો કહે છે કે મસ્જિદમાં બેસીને લખ્યું છે, તે લાલુ યાદવના ચરવાહા વિદ્યાલય વાળા જ હોય શકે છે.