જાંબુઘોડાના ખાખરીયા ગામ પાસે રેતી ભરેલા ટ્રેકટરે બાઈક ચાલકને અડફેટમાં લેતા ઈજાઓ

જાંબુઘોડા, બોડેલી તેમજ આસપાસના વિસ્તારોમાં રેતી માફિયાઓ દ્વારા બેરોકટોક અને બેફામપણે કોઈપણ જાતના ડર રાખ્યા વિના વાહનો હંકારતા હોય છે. જેના પગલે બાઈક ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે.

જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામે ભાણપુરા બ્રિજ પાસેથી પસાર થતાં રેતીના ટ્રેકટર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક સવાર રોડ પર ફંગોળાયો હતો. જયારે ટ્રેકટર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગયુ હતુ. જયારે સદ્નસીબે બાઈક ચાલકને કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ શરીર ઉપર નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ પરથી દિવસ-રાત હજારો ટ્રેકટરો પુરપાટ ઝડપે દોડતા હોય છે. અહિંથી પસાર થવુ કે ખેતરમાં જવુ ૫ણ જોખમી બની ગયુ છે. ટ્રેકટરોના ચાલકોને કહેવા જતા તેઓ ગ્રામજનો સાથે દાદાગીરી કરતા હોય છે. તેમજ ધમકી આપતા હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયા હતા.