સુરત, સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે અને જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. પારિવારિક કલેશના કારણે પતિએ પત્ની પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી પરંતુ પરણીતાના પિતાએ જમાઈ પાસેથી ૫૦ લાખ રૂપિયા અને ફ્લેટ માગ્યો હતો. જમાઈએ સસરાને આટલા બધા રૂપિયા અને ફ્લેટ આપવાની ના કહેતા સસરા દ્વારા જમાઈના માતા-પિતા ભાઈ-ભાભીને મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર ભડકે બાળવામાં આવ્યું હતું. આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે જમાઈનું ઘર સળગાવનાર સસરાની ધરપકડ કરી છે.
આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે. ડીંડોલી વિસ્તારમાં વૃંદાવન રો હાઉસમાં દંપતી ને છેલ્લા કેટલાક દિવસોથી ઘર કંકાસ ચાલતો હતો. છૂટાછેડાને લઈને પણ વિવાદ ચાલતો હતો ત્યારે યુવકે તેની પત્ની સાથે છુટાછેડા લેવાની વાત કરતા પત્નીએ ૩૦ લાખ રૂપિયા માંગ્યા હતા. યુવક પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો હતો કે ત્યારબાદ પરિણીતાએ છૂટાછેડા માટે પતિ પાસેથી ૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી કે ત્યારબાદ પતિ છૂટાછેડા માટે પત્નીને ૪૫ લાખ રૂપિયા આપવા માટે તૈયાર હતો.
પતિ-પત્નીને છૂટાછેડા આપવા માટે ૪૫ લાખ રૂપિયા આપવા માટે તૈયાર હોવા છતાં પણ પરિણીતાના પિતાને વધારે લાલચ જાગી અને તેમને જમાઈ પાસે વધુ પૈસાની માગણી કરી સસરાએ જમાઈ પાસેથી ૫૦ લાખ રૂપિયા રોકડા અને સુરતના વેસુ વિસ્તારમાં બે રૂમ રસોડાના એક ફ્લેટની માગણી કરી હતી. સસરાની આ પ્રકારની માગણીને લઈને જમાઈ દ્વારા આટલી મોટી રકમ છૂટાછેડા આપવા માટે નહીં આપવાનું કહ્યું અને ત્યારબાદ જમાઈની આ વાત સાંભળી સસરો ઉશ્કેરાઈ ગયો હતો.
સસરાએ જમાઈના માતા-પિતા અને ભાઈ-ભાભીને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ સસરો જમાઈના ઘરે પહોંચ્યો હતો પરંતુ ઘરે કોઈ ન હોવાના કારણે સસરા દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં જમાઈના ઘરમાં રહેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં રહેલી બે સાયકલ, બુલેટ, એક મોપેડ અને બે છઝ્ર સહિતનો સામાન બળી ગયો હતો. જે કે આ બાબતે જમાઈને જાણ થતા જ તે તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી અને પોલીસને પણ સાથે સાથે માહિતી આપવામાં આવી હતી. જમાઈ દ્વારા આ મામલે સસરા સામે ફરિયાદ કરવામાં આવી હોવાના કારણે ડીંડોલી પોલીસ દ્વારા જમાઈના ઘરમાં આગ લગાવનાર સસરાની ધરપકડ કરવામાં આવી છે.