ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા બોડેલી તાલુકાના જોજવા ગામે આડબંધના ૬ ગેટ ખોલાયા છે. જેથી વઢવાણા તળાવમાં પાણી ભરાવાનુ શ થયુ છે.
હાલમાં શ થયેલા વરસાદને પગલે ઓરસંગ નદીમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધતા બોડેલી તાલુકાના જોજવા ગામ ખાતે ગાયકવાડ શાસન દરમિયાન બનાવેલા ઐતિહાસિક આડબંધના ૬ ગેટ ખોલ્યા છે. ગેટ ખોલાતા ઓરસંગ નદીમાં પાણીનો પ્રવાહ વધુ તેમજ બન્યો હતો. જેને જોવા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોજવા ગામેથી વઢવાણા તળાવ ભરવા માટે બનાવેલી કેનાલમાં પણ પાણી છોડવા વઢવાણા તળાવમાં પાણી ભરાવવાની પ્રક્રિયા શ થઈ છે. તળાવમાં નવા પાણીની આવક થતાં ખેડુતો અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે. વઢવાણા તળાવમાં પાણીનો સંગ્રહ વધવાથી સિંચાઈ, ભુગર્ભ જળસ્તર અને પર્યાવરણને પણ લાભ થશે. વરસાદી માહોલ વચ્ચે ઓરસંગ નદી અને આડબંધનો નજારો જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચતા આ સ્થળ આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે.