બોડેલી પ્રાથમિક શિક્ષક સંઘે ચુંટણી કામગીરીનું બાકી ભથ્થુ ચુકવવા મામલતદારને આવેદન

બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. શિક્ષકોને વર્ષ ૨૦૨૬ની ચૂંટણી કામગીરીનું બાકી ભથ્થું ચૂકવવા માટે આ રજૂઆત કરવામાં આવી હતી.

સંઘના હોદ્દેદારોએ મામલતદારને જણાવ્યું હતું કે, ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાયેલી જીલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીમાં બોડેલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી કરનાર તમામ પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર ભથ્થું હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. શિક્ષક સંઘે આ ભથ્થું સત્વરે ચૂકવવામાં આવે તેવી નમ્ર વિનંતી કરી છે.