દેશભરમાં ઓનલાઈન આર્થિક ગુનાખોરી આચરતી ટોળકીઓ હવે નાગરિકોને છેતરવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવી રહી છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા કૌભાંડમાં, ડિજિટલ ઠગો સરકારી એજન્સીઓના નામે સામાન્ય લોકોને ડરાવીને ઓનલાઈન લૂંટ ચલાવી રહ્યા છે. આ વધતા જતા સાયબર ફ્રોડ અને ફાઇનેલ્સિયલ ક્રાઈમને અટકાવવા માટે હવે કેન્દ્રીય એજન્સીઓ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.
સાયબર એકિટવિસ્ટ ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે સાયબર ગુનેગારો લોકોને ફોન, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેલ દ્વારા સંપર્ક કરે છે અને એવો દાવો કરે છે કે ‘તમારા નામે મોટું ફંડ કે લોટરી આવી છે’. પરંતુ, આ ફંડ મેળવવા માટે સરકારી ખાતામાંથી ‘ક્લિયરન્સ સર્ટિફિકેટ’ લેવું પડશે તેવો ડર બતાવવામાં આવે છે. ઠગ ટોળકીઓ વાચકોને મની લોન્ડરિંગ, ટેક્સ ચોરી કે એન્ટી-ટેરરિસ્ટ એક્ટ હેઠળ ફસાઈ જવાની ધમકી આપે છે. આ કાયદાકીય કાર્યવાહીથી બચવાના બહાને, તેઓ સર્ટિફિકેટ મેળવવા માટે એક શંકાસ્પદ લિંક મોકલે છે. આ લિંક દ્વારા લોકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે પૈસા ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે અથવા તો તેમની ગુપ્ત બેંક વિગતો મેળવીને આખું ખાતું સાફ કરી દેવામાં આવે છે.
આ નવી પદ્ધતિમાં ઠગો માત્ર મેસેજ નથી કરતા, પરંતુ ઘણીવાર પીડિતોને વીડિયો કોલ કરીને નકલી પોલીસ સ્ટેશન અથવા સરકારી ઓફિસ જેવા સેટઅપ બતાવે છે. તેઓ કલાકો સુધી યુઝરને કેમેરા સામે બેસાડી રાખી ‘ડિજિટલ અરેસ્ટ’ નો ભય ઉભો કરે છે. સામાન્ય નાગરિક કાયદાકીય ગૂંચવણો અને સમાજમાં બદનામીના ડરથી સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે અને પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે.
આ પ્રકારના આર્થિક ગુનાઓ પર અંકુશ મેળવવા માટે ભારત સરકારની બે મુખ્ય એજન્સીઓ – ફાયનાÂન્સયલ ઇન્ટેલિજન્સ યુનિટ અને ઇÂન્ડયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશનની ટીમે તાજેતરમાં એક મહત્વના એમ.ઓ.યુ. કર્યા છે.આ બંને એજન્સીઓ હવે સંયુક્ત રીતે ડેટા અને ટેકનોલોજી શેર કરીને ઓપરેશન ચલાવશે. ભારત ઉપરાંત વિદેશની ધરતી (જેમ કે મ્યાનમાર, કમ્બોડિયા, કે લાઓસ) પરથી સક્રિય થઈને ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરતી આંતરરાષ્ટ્રય ટોળકીઓ પર પણ હવે ડિજિટલ સિકંજા કસવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે ફાયનાÂન્સયલ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ સરકારી કે કાનૂની એજન્સી આ પ્રકારે ક્્યારેય ફોન, વોટ્સએપ કે મેસેજ પર ‘Âક્લયરન્સ સર્ટિફિકેટ’ મેળવવા કે નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતી નથી. એજન્સીએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી કે શંકાસ્પદ વ્યÂક્ત દ્વારા મોકલેલી શોર્ટ લિંક્સ પર ક્્યારેય Âક્લક ન કરવું. ફોન, વીડિયો કોલ કે મેસેજ પર પોતાની બેંકિંગ વિગતો ઓટીપી કે પાસવર્ડ ક્્યારેય શેર ન કરવા.,કોઈપણ સરકારી વિભાગના નામે આવતા ઇમેઇલનું ઓફિશિયલ ડોમેન (જેમ કે જીઓવી ડોટ આઇએન અથવા એનઆઇસી ડોટ આઇએન) બરાબર તપાસવું.
ધ્રુવે જણાવ્યું હતું કે જા તમે કોઈ પણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવ, તો શરૂઆતનો પ્રથમ ૧ કલાક ‘ગોલ્ડન અવર’ ગણાય છે. આ સમયગાળામાં લીધેલા તાત્કાલિક પગલાં તમારા પૈસા પાછા અપાવી શકે છેઃ ૧. તાત્કાલિક ફરિયાદઃ ડર્યા વગર ભારત સરકારના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવો,. હેલ્પલાઈન નંબરઃ તમે રાષ્ટ્રય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર તાત્કાલિક કોલ કરીને પણ ફ્રોડની વિગત આપી શકો છો, જેથી બેંક દ્વારા એ પૈસા ફ્રીઝ કરી શકાય.,૩. બેંકનો સંપર્કઃ તમારા બેંક ખાતા અથવા કાર્ડને તાત્કાલિક બ્લોક કરાવો જેથી વધુ નુકસાન ન થાય.
સતર્કતા એ જ સાયબર ગુનાઓ સામેનું સૌથી મોટું હથિયાર છે. કોઈપણ અજાણ્યા ભય કે લાલચમાં આવ્યા વિના સમજદારીપૂર્વક ડિજિટલ વ્યવહારો કરો.