અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાને લઈને મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના કઠવાડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વૃષ્ટિ ટ્રેડિંગ નામની એક યુનિટમાંથી શંકાસ્પદ ચૂનાનો મોટો જથ્થો ઝડપાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુનિટ જરૂરી લાયસન્સ વિના સંચાલિત થતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દરોડા દરમિયાન અધિકારીઓએ આશરે ૪૫૦ કિલો શંકાસ્પદ ચૂનો કબજે કર્યો હતો. આ ઉપરાંત મોટી માત્રામાં પેકિંગ માટે તૈયાર પાર્સલ પણ મળી આવ્યા હતા. માલ પર જરૂરી મા‹કગ અને નિયમોનું પાલન થયું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે સંબંધિત યુનિટ પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જેના આધારે છસ્ઝ્રના અધિકારીઓએ સ્થળ પર કાર્યવાહી કરીને નમૂનાઓ એકત્રિત કર્યા છે.
ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી ચૂનાના સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ માલની ગુણવત્તા, સુરક્ષા અને કાયદાકીય ધોરણો અંગે સ્પષ્ટતા થશે. જા પરીક્ષણમાં અનિયમિતતા સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ખાદ્ય સુરક્ષા વિભાગે લોકોને ગુણવત્તાયુક્ત અને અધિકૃત ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાની સલાહ આપી છે. ખાસ કરીને પાન-મસાલા અથવા અન્ય ખાદ્ય ઉત્પાદનો સાથે ઉપયોગમાં લેવાતી સામગ્રી ખરીદતી વખતે તેની ગુણવત્તા અને વિશ્વસનીયતા અંગે સાવચેત રહેવું જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.