ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સમાં ૧૭૯ પોઈન્ટનો ઉછાળો નોંધાયો, નિફ્ટી ૧૮,૩૦૦ની ઉપર બંધ

મુંબઇ,ઉતાર-ચઢાવ બાદ શેરબજાર નીચા સ્તરેથી સુધર્યા બાદ બુધવારે કારોબારના અંતે બંધ થયું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૧૭૮.૮૭ પોઈન્ટ વધારા સાથે ૬૧,૯૪૦.૨૦ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૪૫.૦૦ પોઈન્ટ એટલે કે ૦.૨૫ ટકાના વધારા સાથે ૧૮,૩૧૦.૯૫ ના સ્તર પર બંધ થયો હતો.

અગાઉના ટ્રેડિંગ સેશનમાં, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ અસ્થિરતા વચ્ચે ૨.૯૨ પોઈન્ટના નજીવા ઘટાડા સાથે ૬૧,૭૬૧.૩૩ પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિટી ૧.૫૫ પોઈન્ટ એટલે કે ૦.૦૧ ટકાના મામૂલી વધારા સાથે ૧૮,૨૬૫.૯૫ પોઈન્ટ પર બંધ થયો હતો.ઓટો અને રિયલ્ટી સેક્ટરે બજારની વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. નિફ્ટી માં ઇન્ડસઇન્ડ બેક્ધ ૨.૮%ના વધારા સાથે ટોપ ગેઇનર હતી. તે જ સમયે, યુપીએલના શેર ૨% ની નબળાઈ સાથે ટોપ લૂઝર હતા.