- સ્ટેડિયમમાં લાગ્યા ’પરિણીતી ભાભી ઝિંદાબાદ’ના નારા, ૧૩ મેના રોજ દિલ્હીમાં સગાઈ થઈ શકે છે.
મુંબઇ,સગાઈના સમાચાર વચ્ચે એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. કપલ બુધવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ જોવા માટે મુંબઈના મોહાલી સ્ટેડિયમ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં બંને એક્સાથે મેચ જોતા જોવા મળે છે. આ વાઇરલ વીડિયોમાં પરિણીતી અને રાઘવ તેમના ફેન્સને નમસ્તે કહેતા અને તેમને હાથ હલાવતા જોવા મળે છે. આ દરમિયાન જ્યાં પરિણીતીએ બ્લેક ડ્રેસ પહેર્યો છે, ત્યાં રાઘવ બ્લૂ શર્ટમાં જોવા મળી રહ્યો છે. બંનેને એક્સાથે જોઈને સ્ટેડિયમમાં પ્રશંસકો ’પરિણીતી ભાભી ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા છે. પરિણીતી અને રાઘવનો આ વીડિયો મેચ બાદથી જ ચર્ચામાં છે. તેમની સગાઈના સમાચાર પછી આ અફવા કપલ પહેલીવાર જોવા મળ્યા છે. જોકે, અત્યાર સુધી રાઘવ કે પરિણીતીમાંથી કોઈએ પણ તેમની સગાઈ અંગે પુષ્ટિ કરી નથી. આ પહેલીવાર નથી જ્યારે રાઘવ-પરિણીતી સાથે દેખાયા હોય. આ પહેલાં પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતી ટૂંક સમયમાં સગાઈ કરવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ ૧૩ મેના રોજ નવી દિલ્હીમાં સગાઈ કરવાના છે. અગાઉ એવા રિપોર્ટ હતા કે આ કપલ ગયા મહિને ૧૦ એપ્રિલના રોજ સગાઈ કરવાના હતા. અહેવાલો અનુસાર, એક સૂત્રએ જણાવ્યું છે કે, તેમના રોકા(સગાઈ) થઈ ગયા છે, જ્યારે લગ્ન ઓક્ટોબરમાં થશે. સૂત્રેદ્વારા મીડિયાને કહેવામાં આવ્યું હતું કે, પરિણીતી અને રાઘવના રોકા કરી દેવામાં આવ્યા છે. આ એક ફેમિલી ફંક્શન હતું અને તે બંને ખૂબ જ ખુશ છે. આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં લગ્ન થવાની સંભાવના છે. પરિણીતી અને રાઘવને કોઈ ઉતાવળ નથી અને તે બંને અત્યારે પોતપોતાના કામમાં વ્યસ્ત છે.’
ભૂતકાળમાં પરિણીતીને મનીષ મલ્હોત્રાના ઘરની બહાર ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે. આ સ્થિતિમાં અભિનેત્રીની સગાઈ અને લગ્નની અટકળો જોરશોરથી ચાલી રહી છે. હાલમાં જ લાઈફસ્ટાઈલ એશિયા ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પરિણીતીએ લગ્નની અફવાઓ પર ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, ’જો કોઈએ કંઈક ખોટું કહ્યું હોય તો હું સ્પષ્ટ કરીશ. મારો મતલબ, જો વિશ્ર્વને રસ ન હોય, તો હું મારી જાતને નિષ્ફળ ગણીશ. જો વિશ્ર્વને રસ છે, તો તેનો અર્થ એ છે કે મેં મારી કારકિર્દીમાં કંઈક યોગ્ય કર્યું છે. તેથી જ હું તેને આ રીતે જોઉં છું. છેલ્લાં થોડા દિવસથી પરિણીતીના હાથમાં એક વીંટી જોવા મળી હતી, જેના પછી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ કપલની સગાઇ થઇ ગઈ છે.