ઝાલોદ તાલુકાના મહુડી ગામે ઢેફાતલાઈ ફળિયામાં સ્થિત આંગણવાડીના બિલ્ડિંગનુ બિલ મહુડી ગ્રામ પંચાયત દ્વારા સબ કોન્ટ્રાકટરને ચુકવવામાં આવ્યુ નહિ હોવાથી સબ કોન્ટ્રાકટરે આંગણવાડીના દરવાજે તાળુ મારી દેતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ભેગા થઈ ગયા હતા. અને લોકોમાં ભારે આક્રોશ વ્યકત થયો હતો. ત્યારબાદ પોલીસ અને અધિકારીઓને સમજાવટ બાદ આંગણવાડીના તાળા ખોલી દેવાતા મામલો શાંત પડ્યો હતો.
મહુડી ગ્રામ પંચાયત દ્વારા ઢેફાતલાઈ ફળિયામાં આંગણવાડી બિલ્ડિંગનુ કામ સબ કોન્ટ્રાકટરને સોં5વામાં આવ્યુ હતુ. કામ પુર્ણ થયા બાદ કોન્ટ્રાકટરે બિલની ચુકવણી માટે સરપંચ, આઈસીડીએસ અધિકારી તથા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજુઆત કરી હતી. તેમ છતાં ચુકવણી ન થતાં અંતે કોન્ટ્રાકટરે આંગણવાડીના દરવાજાને તાળુ મારી દીધુ હતુ. આંગણવાડીના દરવાજે તાળુ મારવામાં આવ્યુ હોવાની ખબર ગામમાં ફેલાતા ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થઈ ગયા હતા. અને બાળકોના પોષણ અને શિક્ષણ માટે મહત્વપુર્ણ આંગણવાડી કેન્દ્ર બંધ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આંગણવાડી વર્કર દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ અને પોલીસ ધટના સ્થળે પહોંચી તાળા મારવાના બનાવની જાણ થતાં આંગણવાડી વર્કર અને તેડાધર કાર્યકર્તાઓ ઉચ્ચ અધિકારીઓને બાબતે માહિતી તેઓએ તરત જ પોલીસને જાણ કરી ધટના સ્થળે પહોંચી પરિસ્થિતિની તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. અધિકારીઓ અને પોલીસે દરમિયાન ગીરી કરી સમાધાન થતાં કોન્ટ્રાકટરે આંગણવાડીના તાળા ખોલી નાંખતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.