
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં ગોધરા શહેરના પ્રભાકુંજ સોસાયટી વિસ્તારમાં એક ચોરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જયાં અજાણ્યા બે તસ્કરોએ ધરના કમ્પાઉન્ડને નિશાન બનાવી કિંમતી વાસણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ વિસ્તાર હેઠળ આવેલી પ્રભાકુંજ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષિય ગીરીશ જયંતિલાલ શાહના ધરના કમ્પાઉન્ડમાંથી ચોરીની ધટના બની હતી. ધરના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા નાના-મોટા પિત્તળના ૬ તપેલા જેની અંદાજિત કિ..૭૦,૦૦૦/-થાય છે. તેની અજાણ્યા બે ચોર ઈસમો ચોરી કરી ગયા હતા. આ અંગે ભોગ બનનાર ગીરીશભાઈ શાહે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.