બોડેલીના અલ્હાદપુરા મેઈન કેનાલના રસ્તા ઉપર બેંકોની કેશવાન પ્રતિબંધિત રસ્તા ઉપરથી પસાર થતાં વિરોધ કરાયો હતો. આ રસ્તો નર્મદા નિગમની માલિકીનો રસ્તો છે. જેથી આ રસ્તા ઉપર ખાનગી વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરેલ છે. ત્યારે કરોડો પિયા કેસ લઈને આવતા આ વાહનો આ રસ્તા પરથી પસાર કરીને સરકારી નાણાં જોખમી રીતે લઈને જઈ રહ્યા છે. જેના સામે વિરોધ વ્યકત કરાયો છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી અલગ અલગ તાલુકાઓમાં કેશ પહોંચાડવા માટે બેંકોમાં નાણાં લઈને અલગ અલગ જગ્યાઓ પર કેશ વાન જાય છે. ત્યારે બોડેલી ગામમાંથી કેશ લઈને નીકળેલી એક ગાડી નસવાડી તરફ આવવા માટે બોડેલીથી નસવાડીને જોડતી નર્મદા મેઈન કેનાલના રસ્તા ઉપર અલ્હાદપુરા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે આ ગાડીનો મુખ્ય રસ્તો બજારમાં થઈ નેશનલ હાઈવે નં.-૫૬ ઉપરથી પસાર થવાનો હોય છે. પરંતુ આ ગાડીના ચાલકે પ્રતિબંધિત વિસ્તાર અને સુમસામ રસ્તા પરથી બેંકના સરકારી નાણાં કેશ વાનથી લઈ જવામાં આવ્યા હતા. હાલ તો શોર્ટકટની નિતી અપનાવી સરકારી નાણાં જોખમમાં મુકી ટ્રાફિક સમસ્યાથી બચવા માટે કેશ વાનના ડ્રાઈવરે તમામ નિયમો નેવે મુકયા હતા. ત્યારે બેંકના જવાબદાર અધિકારીઓએ આ રસ્તા ઉપર આ કેશ વાન જાય છે તેની જાણ છે કે નહિ તેની તપાસ થવી જોઈએ. હાલ તો બેંકની આટલી મોટી રકમ અને તાલુકામાં પહોંચાડવાની હોય અને કોઈ દુર્ધટના થઈ જાય તો જવાબદારી કોણ લેશે…? હાલ તો બેંક સત્તાવાળાઓએ આવી રીતના કેશ વાનને આવા જોખમી રસ્તા ઉપર કેવી રીતના મોકલે છે. તે પણ સવાલ ઉઠી રહ્યો છે.