
ભારતીય ચૂંટણી પંચએ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં મતદાર યાદીમાં નવા નામો અપડેટ કરવા અને ઉમેરવા માટે એસઆઇઆર અભિયાનનો ત્રીજા તબક્કો શરૂ કરી દીધો છે.રાજ્યોમાં ૩૦ મેથી નોંધણી શરૂ થઈ ગઈ છે.
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી મુજબ, ૨૮ જૂન સુધીમાં ફોર્મ સબમિટ કરનારાઓને આગામી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. આ ચાર રાજ્યોમાં ૩૦ મેથી મત ગણતરી અને ચકાસણી શરૂ થઈ હતી.
બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે જઈને બધા હાલના મતદારોને ફોર્મનું વિતરણ કરી રહ્યા છે. મતદારો આ ફોર્મ ભરી શકે છે અને બીએલઓ દ્વારા અથવા ઓનલાઈન સબમિટ કરી શકે છે. જેમના ફોર્મ ૨૮ જૂન, ૨૦૨૬ સુધીમાં રિટનીગ ઓફિસર પાસે પહોંચશે, તેમને ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. જેઓ આ તારીખ સુધીમાં ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ છે તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન ફોર્મ ૬ અને ઘોષણા ફોર્મ દ્વારા પાછળથી અરજી કરી શકે છે.
આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સની સહાયને પણ અધિકૃત કરી છે. આ એજન્ટો દરરોજ જનતા પાસેથી વધુમાં વધુ ૫૦ ફોર્મ એકત્રિત કરી શકે છે અને યાદી જાહેર થાય તે પહેલાં બીએલઓને સબમિટ કરી શકે છે.
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો જરૂર પડ્યે વધુ બીએલઓની નિમણૂક કરી શકે છે. ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન,બીએલએ પાસે ઓછામાં ઓછા ૩૦ ખાલી ફોર્મ-૬ અને ઘોષણા ફોર્મ હોવા જાઈએ. આનાથી નવા મતદારોને ફોર્મનું ઝડપી વિતરણ શક્ય બનશે.
ત્રીજા તબક્કા માટે રાજ્યવાર આંકડાઃ
ઓડિશા
મતદારોઃ ૩૩,૪૧૪,૮૫૬
બીએલઓઃ ૩૮,૧૨૩
બીએલએઃ ૮,૩૯૧
મિઝોરમ
મતદારોઃ ૮,૭૫,૦૦૮
બીએલઓઃ ૧,૩૫૩
બીએલએઃ ૩,૪૩૦
સિક્કિમ
મતદારોઃ ૪,૭૧,૦૭૭
હીએલઓઃ ૫૭૨
બીએલએઃ ૬૮૧
મણિપુર
મતદારોઃ ૨,૦૯૨,૧૪૦
બીએલઓઃ ૨,૯૯૬
બીએલએઃ ૫,૦૦૩