દાહોદ,
દાહોદ રોજગાર કચેરી દ્વારા તા 27.3.2023 થી 31.3.2023 દરમીયાન ઉમેદવાર માટે તાલુકા કક્ષાએ અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે.
જીલ્લા રોજગાર કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી તા. જી-દાહોદ ખાતે જીલ્લાના શિક્ષીત અને અશિક્ષીત રોજગારવાંછુ રોજગારીની કે એપ્રેન્ટીસ કે સ્કીલ તાલીમોની તકો માટે, રોજગાર અને સ્વરોજગાર લક્ષી વ્યવસાય માર્ગદર્શન માટે, તેમજ અગ્નીવીરની વિના મુલ્યે નિવાસી તાલીમ મેળવવા નામ નોંધણી, રીન્યુઅલ અને અપડેશન કરાવે છે. રાજય સરકાર દ્વારા રોજગાર કચેરીઓને ડીઞટલ સેવા આપવાનો નિર્ધાર કરેલ છે.
જેના માટે ઓગસ્ટ 2021 થી અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in વેબ પોર્ટલ અને મોબાઈલ એપ શરૂ કરવામા આવેલ છે. આ વેબ પોર્ટલ પર જીલ્લા અને રાજ્યની તમામ સંસ્થા એકમોની નોંધણી કરવામા આવી રહી છે, તેમજ યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવાર કે માનવબળ શોધવા માટે તમામ રોજગારી વેક્ધસી પણ નોકરીદાતા દ્વાર વેક્ધસી પોસ્ટ કરવામા આવે છે તેમજ સીએનવી એકટ 1959 અંતર્ગત મોકલવાના ત્રીમાસીક,છમાસીક રીટર્ન પણ મોકલવાની સુવિધા છે. બીજી બાજુ યોગ્ય શિક્ષણ કે ધેર બેઠા નામ નોંધણી, રીન્યુઅલ, અપડેશન કરવા તેમજ સ્કીલ અનુભવ મેળવેલ ઉમેદવારને રોજગારી શોધવા,એપ્લાય કરવાની સુવિધાઓ અનુબંધમ પોર્ટલ પર છે.
રોજગાર કચેરી દ્વારા અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર જોબ ફેર પણ યોજવામાં આવે છે. આથી રોજગાર કચેરી ખાતે નોંધાયેલા ઉમેદવારોએ પણ ઉકત સેવાનો લાભ લેવા માટે આધાર કાર્ડની વિગતો સાથે અનુબંધમ પોર્ટલ પર નવેસરથી રજીસ્ટ્રેશન કરવુ જરૂરી છે.
ઉમેદવારોની અનુકુળતા માટે રોજગારી કચેરી દ્વારા તા 27.3.2023 થી તા 31.3.2023 દરમિયાન રોજગાર કચેરી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામા મદદરૂપ થવા જીલ્લામા નિચે જણાવેલ તારીખે રોજગાર કચેરી ખાતે અને સંબધિત તાલુકાની સરકારી આઈટીઆઈ કોપા લેબ ખાતે સવારે 11.00 થી 2.00 દરમિયાન અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેમ્પ અને સ્વરોજગાર માર્ગદર્શન આપવામા આવશે.
જેમા તા 27.3.2023 નારોજ રોજગાર કચેરી ,જીલ્લા સેવા સદન, છાપરી ખાતે, નોડલ સરકારી આઈટીઆઈ દાહોદ ,મહીલા સરકારી આઈટીઆઈ દાહોદ (માત્ર મહીલા ઉમેદવારો માટે ) તા.283.2023 ના રોજ ધાનપુર સરકારી આઈટીઆઈ, ફતેપુરા સરકારી આઈટીઆઈ, દેવગઢ બારીયા સરકારી આઈટીઆઈ, તા 29.3.2023 ના રોજ જેસાવાડા -ગરબાડા સરકારી આઈટીઆઈ,ઝમલોદ સરકારી આઈટીઆઈ,લીમખેડા સરકારી આઈટીઆઈ તેમજ તા 31.3.2023 નારોજ સંજેલી સરકારી આઈટીઆઈ, સીંગવડ- રણધીકપુર સરકારી આઈટીઆઈ ખાતે અનુબંધમ નામ નોંધણી કેમ્પ અને સ્વરોજગાર માર્ગદર્શન આપવામા આવશે.
જેમા ઉમેદવારોએ પોતાનુ જુનુ રોજગાર કચેરીનુ નામ નોંધણી કાર્ડ તેમજ આધાર કાર્ડની સોફટ કોપી અને હાર્ડ કોપી તેમજ ઉચ્ચ અભ્યાસના માર્કશીટ પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે હાજર રહેવા તેમજ જે ઉમેદવારો પોતાની જાતે ઓનલાઈન કરવા માંગતા હોય તેઓ રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર 6357390390 નો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા રોજગાર અધિકારી દાહોદની યાદીમા જણાવેલ છે.