પંચમહાલ ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમને શહેરાના ધાંધલપુરમાં એક બાળ લગ્ન થઈ રહ્યા હોવાનો કોલ મળ્યો હતો. ટીમ કોલના આધારે ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમે શહેરા ૧૧૨ ની મદદ લઈ જયાં લગ્ન થવાના ધાંધલપુરમાં પહોંચી હતી. બાળકીના પુરાવા જોતા બાળકીની ઉંમર ૧૫ વર્ષની હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી સ્થળ પર હાજર સમાજના આગેવાનોની હાજરીમાં બાળકના માતા-પિતા અને કુટુંબીજનોને બાળ લગ્ન કરવુ એ કાયદાકિય ગુનો બને છે. બાળ લગ્ન વિશે થતાં નુકસાન અને સજા તથા બંને જોગવાઈઓ વિશે સમજ અપાઈ હતી. સાથે જ દિકરીના લગ્ન ૧૮ અને દિકરાના લગ્ન ૨૧ વર્ષ પુર્ણ થયા છી કરી શકાય. ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમ દ્વારા બાળકીના માતા-પિતા અને પરિવારજનોને સમજ આપી હતી. બાળકના માતા-પિતા પાસેથી નિવેદન લેવામાં આવ્યુ કે, હાલ તેઓ આ લગ્નને મોકુફ રાખશે. બાળકીના લગ્ન ૧૮ વર્ષ પુર્ણ થાય પછી જ કરશે જો તે પહેલા કરે તો સજા અને દંડને પાત્ર થશે તેવુ નિવેદન લેવાયુ હતુ. આમ રાત્રિના સમયે બાળ લગ્ન થતાં હોવાનો કોલ મળતા જ ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે પહોંચી વધુ એક બાળ લગ્ન અટકાવવામાં સફળતા મેળવી હતી.