સુરતમાં એસબીઆઇ બેંક લૂંટનો માસ્ટરમાઇન્ડ જેલમાં બેઠો, ૫૦ લાખ લૂંટના તાર બિહાર સુધી પહોંચ્યા

શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકમાં થયેલી ૫૦ લાખરૂપિયાની લૂંટ કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લૂંટનો માસ્ટરમાઇન્ડ બિહારની જેલમાં બંધ હોવા છતાં ગેંગને બહારથી સંચાલિત કરતો હતો. પોલીસ અનુસાર, કુંદૃન કુમાર ઉર્ફે કુંદન ભગત નામનો આરોપી બિહારની બેઉર સેન્ટ્રલ જેલમાં હોવા છતાં પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહી સુરતમાં બેંક લૂંટનું આયોજન કરતું હતું. આ ગેંગ અગાઉ પણ મોટા ગુનાઓમાં સંડોવાયેલું હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે ૧૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓ સુધી પહોંચી હતી. ૧૫૦૦ કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પોલીસએ ઉત્તર પ્રદૃેશના અયોધ્યાથી મુખ્ય આરોપી શુભમ ઠાકુરને ઝડપી લીધો હતો.પોલીસે વધુમાં ખુલાસો કર્યો કે આરોપીઓએ લૂંટ કરતા પહેલા લગભગ બે મહિના સુધી સુરતમાં રહી રેકી કરી હતી. તેઓએ નકલી આધારકાર્ડ બનાવીને અલગ-અલગ વિસ્તારોમાં ભાડે મકાનો લીધા હતા અને બેંકની હલચલ પર નજર રાખી હતી.

આ ગેંગ ખૂબ જ પ્રોફેશનલ રીતે કામ કરતી હતી. લૂંટ દૃરમિયાન તેઓ પાંચ મોટી બેગ લઈને આવ્યા હતા અને કરોડોની લૂંટ કરવાની તૈયારીમાં હતા, પરંતુ તે સમયે ઓછી રકમ હોવાને કારણે માત્ર ૫૦ લાખ ‚પિયા લઈ ફરાર થયા હતા.

ઘટનાના બાદૃ પોલીસએ વિવિધ રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. માસ્ટરમાઇન્ડ કુંદૃન ભગતને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવા માટે કાયદૃાકીય પ્રક્રિયા ચાલુ છે.આ કેસમાં હજુ વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે અને પોલીસ અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે સતત કાર્યવાહી કરી રહી છે.