ફતેપુરા નગરના સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હાડકા પડેલા જોવા મળતા આશ્ચર્ય સર્જાયું

ફતેપુરા,

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશતા જ સરકારી હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગના સામેના ભાગે આવેલી જૂની બિલ્ડીંગની આગળ હાડકા પડેલા જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે.

આ હાડકા અહીં કઈ રીતે આવ્યા તે મહત્વનું નથી પરંતુ સરકારી હોસ્પિટલના સત્તાધિશો દ્વારા કમ્પાઉન્ડ ખાતે બેદરકારી દાખવીને સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાનું જણાઈ આવે છે.

આ હાડકાં છે, તેની બાજુમાં જ દર્દીઓ અને તેમના સગા વહાલા માટે પીવાની પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

ત્યારે આ સરકારી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કમ્પાઉન્ડની સાફ-સફાઈ કરાવીને આ હડકા દૂર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.