
વિધાનસભા ચૂંટણી મતદાન પહેલા પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ઉથલપાથલ જાવા મળી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, એઆઇએમઆઇએમએ હુમાયુ કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટી સાથેનું જાડાણ તોડી નાખ્યું છે.એઆઇએમઆઇએમએ તેના એકસ પર પોસ્ટ કર્યું, “હુમાયુ કબીરના ખુલાસાઓથી જાણવા મળ્યું છે કે બંગાળના મુસ્લિમો કેટલા સંવેદનશીલ છે. એઆઇએમઆઇએમ મુસ્લિમોના ગૌરવ પર પ્રશ્ન ઉઠાવતા કોઈપણ નિવેદન સાથે પોતાને જાડી શકતું નથી. આજની તારીખે, એઆઇએમઆઇએમએ કબીરની પાર્ટી સાથેનું જાડાણ તોડી નાખ્યું છે.
પોસ્ટમાં આગળ લખ્યું છે, “બંગાળમાં મુસ્લિમો સૌથી ગરીબ, સૌથી ઉપેક્ષિત અને શોષિત સમુદાયોમાંના એક છે. દાયકાઓથી ધર્મનિરપેક્ષ શાસન હોવા છતાં, તેમના માટે કંઈ કરવામાં આવ્યું નથી.” કોઈપણ રાજ્યમાં ચૂંટણી લડવા પાછળ એઆઇએમઆઇએમની નીતિ એ સુનિશ્ચિત કરવાની છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોનો સ્વતંત્ર રાજકીય અવાજ હોય. અમે બંગાળની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડીશું અને ભવિષ્યમાં કોઈપણ પક્ષ સાથે કોઈ જાડાણ નહીં કરીએ.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ૯ એપ્રિલે તૃણમૂલ કોંગ્રેસે હુમાયુ કબીર વિરુદ્ધ એક વીડિયો જાહેર કર્યા બાદ ગઠબંધન અંગે શંકાઓ ઉભી થઈ હતી. આ પછી, ઓવૈસીની એઆઇએમઆઇએમએ હુમાયુ કબીરની પાર્ટી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું. ઓવૈસી ગઈકાલે બંગાળની મુલાકાતે આવવાના હતા, પરંતુ પાછળથી તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી.
ટીએમસીએ એક વીડિયો જાહેર કર્યો જેમાં હુમાયુ કબીર કથિત રીતે ૧,૦૦૦ કરોડ રૂપિયાના સોદા વિશે વાત કરી રહ્યા છે. વીડિયોમાં, હુમાયુ કબીર કોઈને કહેતા જાવા મળે છે, “હજાર કરોડ રૂપિયા આવશે. બાબરી મસ્જિદ બનશે કે નહીં તે ભૂલી જાઓ. મુસ્લિમો ખૂબ જ ભોળા છે; તેમને મૂર્ખ બનાવવા સરળ છે.” જાકે, હુમાયુ કબીરે આ વીડિયોને નકલી અને કૃત્રિમ બુદ્ધિથી જનરેટ થયેલો ગણાવ્યો છે.
નોંધનીય છે કે અગાઉ ૨૫ માર્ચે આમ જનતા ઉન્નયન પાર્ટીના વડા હુમાયુ કબીરે અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમ સાથેના જાડાણની જાહેરાત કરી હતી. અસદુદ્દીન ઓવૈસીને પોતાના “મોટા ભાઈ” ગણાવતા કબીરે કહ્યું કે આ ગઠબંધન પશ્ચિમ બંગાળમાં એક મજબૂત ત્રીજા વિકલ્પ પ્રદાન કરશે. હુમાયુએ દાવો કર્યો કે આ ગઠબંધન એવા લોકોનો અવાજ બનશે જેઓ મુખ્ય પ્રવાહના રાજકારણથી દૂર હોવાનું અનુભવે છે.