જગોલાથી ફતેપુરા તરફ પુરપાટ દોડી આવતી બાઈક રસ્તામાં છાલોર ગામે પટેલ ફળિયામાં બમ્પને કારણે ઉછળીને રોડ પર પડતા બાઈક પર સવાર ત્રણે જણાને ગંભીર ઈજાઓ થતાં તે પૈકીના એકનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તેમજ અન્ય બે ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના તાલુકાના વટલી ગામના કિરીટભાઈ સોમાભાઈ નીનામા પોતાના કબજાની જીજે-20-ક્યુ-6234 નંબરની બાઈક પર મહેશભાઈ બધા ભાઈ નીનામા તથા નવા તળાવ ગામની નવલી બેન શાંતિભાઈ કમજીભાઈ પારગીને પાછળ બેસાડી ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના સુમારે જગોલા થી ફતેપુરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પોતાના કબજાનુ બાઈક પુર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા અચાનક રોડ પર બમ્પ આવતા બાઈક પર કંટ્રોલ ના રહેતા બાઈક ઉછળીને રોડ પર પડી જતા બાઈક પર બેઠેલ ત્રણેય જણા રોડ પર પટકાતા નવલીબેન શાંતિભાઈ કમજીભાઈ પારગીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમજ મહેશભાઈ બદીયાભાઈ નીનામા તથા બાઈક ચાલક કિરીટભાઈ સોમાભાઈ નીનામા એમ ત્રણેય જણાને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 108 ઈમરજન્સી વાન બોલાવી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાં નવલીબેન શાંતિભાઈ કમજીભાઈ પારગીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બાકીના બંને ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.
આ સંબંધે નવા તળાવ ગામના હોળી ફળિયામાં રહેતા સોમાભાઈ